Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

જામનગરમાં હાફ મેરેથોન અંતર્ગત બાળકોની સ્કેટીંગ રેલી

જામનગર :  સદ્ભાવના ગ્રુપ-જામનગર અને ડીઝીકલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (પેફી) ના દ્વારા તેમજ ધર્મરાજસિંહ જાડેજા (ચેરમેન-પેફી-ગુજરાત રાજય)ના નેજા હેઠળ જામનગરમાં તા. રપ ને રવિવારે સવારે ૬.૦૦ કલાકે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જામનગર હાફ મેરેથોન-ર૦૧૮નું આયોજન કરાયું છે. આ મેગા ઇવેન્ટ અંતર્ગત જામનગર શહેરના લોક સ્વચ્છતા પ્રત્યે વધુમાં વધુ જાગરૂકતા આવે તેમજ અને બાળકોમાં રમત-ગમત પ્રત્યે રૂચી વધે તેવા ઉમદા હેતુસર તા. ૭-ર-ર૦૧૮ને બુધવારના રોજ સાંજે જામનગર હાફ મેરોથોન-ર૦૧૮ અંતર્ગત સ્કેટીંગ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓ સાથે જાહેર જનતા પણ જોડાઇ હતી. લાલબંગલા સર્કલ ખાતેથી શરૂ થયેલ સ્કેટીંગ રેલીને ધર્મરાજસિંહ જાડેજા, ફાલ્ગુનીબા જાડેજા, વિશાલભાઇ પંચમતિયા અને જાનકીબેન પંચમતિયાએ લીલીઝંડી દેખાડી પ્રસ્થાન કરાવેલ હતી. સ્કેટીંગ રેલીમાં જામનગર ફુટબોલ એસોસીએશન, સેંટ ઝેવીયર્સ-ફાન્સી ફૂટબોલ કલબના ફેડરીક સર અને જોસેફ સર, ધનવંતરી ફૂટબોલ એસોસીએશનના કોચ પૃથ્વીરાજસિંહ જેઠવા, કમલેશભાઇ ચાવડા, સદામભાઇ સમા, આદિત્ય પીપરીયા અને તેમના વિદ્યાર્થીઓ, એચ. એલ. સ્કેટીંગ રીંગના નયનાભાઇ ત્રિવેદી અને તેમના સ્ટુડન્ટસ, એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટની ગર્લ્સ ફુટબોલ ટીમ સહિત બહોળી સંખ્યામાં નાના ભૂલકાઓ ઉત્સાહભજોર જોડાઇ જામનગર શહેરભરમાં રમત-ગમત અને સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતાનો સંદેશ પહોંચાડયો હતો. લાલ બંગલા સર્કલ ખાતેથી શરૂ થઇ ટાઉનહોલ ત્રણ બતી, સજુબા સ્કુલ, ચાંદીબજાર, સેન્ટ્રલ બેન્ક, હવાઇ ચોક, ઓશવાળ હોસ્પિટલ, સાત-રસ્તા થઇ ફરી લાલ બંગલા ખાતે આવી પૂર્ણ થઇ હતી.  ધર્મરાજસિંહ જાડેજા (ચેરમેન, પેફી -ગુજરાત રાજય) એ આ તકે સ્કેટીંગ રેલીમાં જોડાવા બદલ આભાર વ્યકત કર્યો હતો અને વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં  જામનગર હાફ મેરેથોન-ર૦૧૮ અંતર્ગત જામનગર શહેરમાં રમત-ગમત અને સ્વચ્છતાના મોટાપાયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સફળ બનાવવા સદ્ભાવના ગ્રુપ-જામનગર અને પેફી ના આગેવાનો આલાભાઇ ભારાઇ, મયુરસિંહ સોલંકી, દુષ્યંતસિંહ ઝાલા, તૌફીક મનસુરી, પરિક્ષીતસિંહ ઝાલા, ચેતનભાઇ મોનાણી, ડો. આકાશ ગોહિલ, જયદીપભાઇ અગ્રાવત, મધુસુદન ભટ્ટ સહિત અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર) (૯.૭)

(12:48 pm IST)