Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

લીંબડી સતવારા સમાજ દ્વારા આવેદન

વઢવાણ : જામનગર જિલ્લાના સિક્કા ગામની સતવારા સમાજની મહિલા અરજદાર સાથે પીએસઆઇ જે.કે.મોરી દ્વારા કરાયેલા અભદ્ર વર્તનથી સમગ્ર સતવારા સમાજમાં રોષ ફેલાયેલો છે ત્યારે આ ઘટનાના વિરોધમાં આજરોજ લીંબડી સતવારા સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી આ ઘટના અંગે વિરોધ વ્યકત કર્યો હતો અને ફરજ પરના પીએસઆઇ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જામનગરના અબળા ગામમાં રહેતા જયશ્રીબેન સતવારા મજુરી કામ કરીને ગુજરાન ચલાવે છે. મકાન બાંધવામાં અડચણરૂપ બનતા અમુક લોકો સામે તેઓએ સિક્કા પોલીસ મથકે અરજી આપી હતી. લીંબડીમાં પણ ઇલેશભાઇ ખાંદલા, અંબારામભાઇ ચૌહાણ, શાંતિલાલ ચૌહાણ, ભાવેશભાઇ રાઠોડ અને જગદીશભાઇ મોરી સહિતના લીંબડી સતવારા સમાજના લોકોએ લીંબડી નાયબ કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યકત કર્યો હતો. (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ)(૨૧.૧૯)

(12:44 pm IST)