Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

લાઠી સોરઠીયા ધોબી સમાજના પ્રથમ સમુહ લગ્નોત્સવની તૈયારી પુરજોશમાં

મુંબઇ, તા. ૮ :  લાઠી મુકામે શ્રી સોરઠીયા ધોબી સમાજના પ્રથમ સમુહલગ્નોત્સવ આગામી રવીવાર તા. ૧૧-ર-૧૮ના રોજે માર્કેટીંગ યાર્ડ લાઠી ખાતે યોજાશે. લાઠી ધોબી સમાજના યુવક મંડળના સભ્યો તડામાર તૈયારી કરી રહ્યા  છે. જેમાં સાત નવ દંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે આ શુભ પ્રસંગે ધોબી જ્ઞાતિના પરમ પૂજય સાય શિરોમણી તુલસીદાસ બાપા પીપળીયાના માતૃશ્રી રામદાસબાપુ ગોંડલીયા, વિજય હનુમાન મંદિર લાઠીના મહંત શ્રી રામચરણદાસ બાપુ આશિર્વચન આપશે. દુધાળા ગામ શેઠ શ્રી સવજીભાઇ ધોળકીયા લંડનના શ્રી ભરતભાઇ વાઘેલા રમાબેન વાઘેલા લાઠીના મનજીભાઇ ધોળકીયા બોટાદના રસિકભાઇ જાદવ શ્રીમતી દયાબેન જાદવ, નરેશભાઇ જાદવ આ પ્રસંગે હાજરી આપશે.

લાઠી જેવા નાનકડા ગામમાં આંગણીના વેઢે ગણી શકાય એટલા ધોબી જ્ઞાતિના ફકત આઠ જ ઘરો છે અને આવડુ મોટુ સમુહલગ્નોત્સવનું આયોજન કરવાનું બીડુ ઝડપ્યું છે જે અભિવાદને પાત્ર છે યુવક મંડળના પ્રમુખ રમેશભાઇ વાળાના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ મહિનાથી ઉમગ-ઉત્સાહ પૂર્વક આ સમુહલગ્નોત્સવને સફળ કરવા તનતોડ મહેનતની જહેમત ઉઠાવી રહ્યા છે.  મુંબઇના પત્રકાર રણછોડવાળા દ્વારા તેમના ધર્મપત્ની સ્વ. વિણા બેન વાળાના સ્મણાર્થે દરેક કન્યાઓને રૂ. ૧૦૦૧ રોકડ કવર પોતાના હસ્તે આપશે.

(11:51 am IST)