Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગોંડલના મોવિયા ગામે આધેડ બાબુભાઇ ચાંડપાનો ગળાફાંસો ખાઇ આપઘાત

ગોંડલ તા. ૮ : તાલુકાના મોવિયા ગામે દલિત આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવતા તાલુકા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોવિયા ગામે રહેતા બાબુભાઈ સોમાભાઈ ચાંડપા ઉંમર વર્ષ ૫૦ કોઇપણ અગમ્યકારણોસર પોતાના દ્યરે ગળાફાંસો ખાઇ મોત મીઠું કરી લેતા તાલુકા પોલીસના જમાદાર પી.બી વાલાણી એ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બાબુભાઈ છેલ્લા એક માસથી બીમારી ભોગવી રહ્યા હોય જેના કારણે ગળાફાંસો ખાય આત્મહત્યા કર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે, બાબુભાઈના દ્યણાં વર્ષો પહેલાં છૂટાછેડા થઈ જવા પામ્યા હોય તેઓ કૌટુંબિક ભાઈઓ સાથે જીવન નિર્વાહ કરતા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)