Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગોંડલના ગુંદાળા ચોકડીએ સર્વિસ રોડ ઉપરના ખાડા બુરવા માંગણી

ગોંડલ તા. ૮: ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ગુંદાળા ચોકડી વિસ્તારમાં ઓવરબ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડમાં ભૂગર્ભના કામો છેલ્લા ઘણા સમયથી પૂરા થઈ ગયેલ છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા સારેળા બુરી ડામર કામ કરવામાં ન આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુર જૂનાગઢ તરફ આવવા-જવા માટે ગુંદાળા ચોપડી મુખ્ય સ્ટોપ ગણાતી હોય સર્વિસ રોડ પર વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે કયારેક બંને સાઇડ વાહનો આમને-સામને આવી જતાં ડ્રાઇવરો વચ્ચે તણખલાનો પણ જતા હોય છે.આવા તણખલા મોટા ઝદ્યડાનું રૂપ લે તે પહેલાં તંત્ર યોગ્ય રસ્તો કરે તેવી માંગ ઉઠવા પામી છે.

(9:32 am IST)