Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

વડિયામાં 'ઉજાલા' લેમ્પ ઉડી ગયા, ૬ મહિનાથી નવા લેમ્પ મળતા નથી

ગોંડલ તા. ૮ : વડિયા કુંકાવાવ તાલુકાના ૪૫ ગામડાઓ છે જેમાં ઉજાલા લેમ્પ માટે ગ્રાહકોને વડિયા આવવાનું થાય છે પણ વડીયામાં ઉજાલા લેમ્પની અનોખી સ્કીમ છે લેમ્પ હાજર હોતાજ નથી ૪૫ ગામડાઓની પચાયત થી લઈને ગ્રાહકોને શરૂઆતમાં લેમ્પ મળ્યા ત્યારબાદ લેમ્પ ઊડી ગયા તો લેમ્પ બદલાવવા માટે સ્કીમ છે પણ છ-છ મહિના થી રોજબરોજ અસંખ્ય ગ્રાહકોને વડિયા-કુંકાવાવ ધક્કા ખાવા પડે છે.

વડિયા આવે તો કહે બગસરા જાવ અને બગસરા જાય તો કુંકાવાવ આવી રીતે ગ્રાહકોને ટલ્લે ચડાવે છે કોન્ટ્રાકટરો અને કોન્ટ્રાકટર સાથે વાત કરે તો ગ્રાહક ને જવાબ મલે છે કેે ત્યાંનો કોન્ટ્રાક મારો નથી બીજાનો છે આવી રીતે સરકાર કોન્ટ્રાક બેઝ ઉપર કામગીરી સોંપીને પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે.

કોન્ટ્રાકટર ઉપસ્થિત રહેતાજ નથીને માણસો ઉપર કામ ચલાવે છે ને માણસો ફોન ઉપર તેમને કોઈ કાયદાઓ લાગુંપડતા નથી તો આ બાબતે સરકારે પબ્લિકનું હિત ઇચ્છીને કડક પગલાઓ લેવાજોઈએ તેવી વડિયા-કુકાવાવ તાલુકાની લોકમાગ ઉઠી છે.(૨૧.૩)

(9:32 am IST)