Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

સાવરકુંડલા કબીર ટેકરી દ્વારા જુનાગઢ મહાશિવરાત્રી મેળામા ભજન, ભોજન સાથે ઉતરા માટે રાવટી ઉભી કરાશે

પૂ.નારાયણદાસ સાહેબની આગેવાનીમા તૈયારીને આખરી ઓપ

 સાવરકુંડલા તા.૮ : નાત-જાતના ભેદભાવ વગર તમામ ક્ષેત્ર વિવિધ સેવાકિય પ્રવૃતિઓની હારમાળા સર્જી સાવરકુંડલાની કબીર ટેકરીએ કબીર સંપ્રદાય સાથે સાવરકુંડલા કબીર ટેકરીનું નામ ગુજરાતભરમાં સેવા ક્ષેત્રમાં ગુંજતું કરી સેવક વર્ગની વણઝાર ઉભી કરી હતી.

૧૯૭૦ માં બ્રહ્મલીન મહંતપૂજય તપસ્વી શ્રી રામપ્રતાપ શિવરાત્રી મેળામાં જુનાગઢ ખાતે આવતા શ્રદ્ધાળુઓની રહેવા જમવાની સગવડતા માટે રાવટી શરૂ કરેલી તે સેવાનો હાલના મહંત શ્રી નારાયણદાસ પણ વધુ સુવિધા સાથે ૪૯ માં વર્ષેય ચાલુ રાખી મેળામાં આવતા યાત્રાળુઓ માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે.

છેલ્લા અડતાલીશ વર્ષથી ભવનાથ તળેટીમાં આનંદમંદિર સામે સગરજ્ઞાતિ વાડી પાસે પુલ નીચે વિશાળ જગ્યામાં આ રાવટી ઉભી કરવામાં આવેલ અને શિવરાત્રીના પર્વમાં એક સપ્તાહ સુધી ભજન સાથે ચા-પાણી, ભોજન પ્રસાદ અને પથારી પાગરણની સગવડ યાત્રાળુઓને પુરી પાડવામાં આવશે કબીર ટેકરેના મહંત શ્રી નારાયણદાસની ભાવના છે કે રાવટીએ આવનાર એક પણ યાત્રાળુ ચા-પાણી કે ભોજન પ્રસાદ વગર નરહે અને તે માટે મહંતશ્રી પોતેજ રાવટી ખાતે હાજર રહી સ્વયંસેવકોને માર્ગદર્શન આપશે આ રાવટીમાં સતત સપ્તાહ સુધી કબીર ટેકરીના સંતો-સેવકો અને અનુયાયીઓ યાત્રાળુઓની સરભરામાં રોકાશે.

આ માટે કબીર ટેકરી દ્વારા આગોતરૂ આયોજન કરી પથારી પાગરણ, ધી-તેલ, ઘઉં ખાંડ, કઠોળ સહિતનું રાશન જુનાગઢ ખાતે પહોચાડવા તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. તા.૯ થી શરૂ થનારી આ રાવટીમાં નાત-જાતના ભેદભાવ વગર યાત્રાળુઓને સગવડ આપવામાં આવશે શિવરાત્રીના મેળામાં આવતા યાત્રાળુઓને કબીર ટેકરીને રાવટીમાં પધારવા મહંત શ્રી નારાયણદાસે જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

(9:31 am IST)