Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમરેલીમાં ૨૦૮૦ લિટરની ક્ષમતા ધરાવતી ૧૦ ડયુરા ઓક્‍સિજન ટેન્‍કરની વ્‍યવસ્‍થા કરાઇ

 અમરેલી,તા.૮ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૮૦ લિટરની ક્ષમતા ધરાવતી ૧૦ લિક્‍વિડ મેડિકલ ઓક્‍સિજન સ્‍ટોરેજ ડ્‍યુરા ટેન્‍કની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે જે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. ૧૦ ટેન્‍ક પૈકી જે જે તાલુકા કે જે જે હોસ્‍પિટલને વધુ જરૂર હશે તે મુજબ આ ટેન્‍ક મોકલી કાર્યરત કરવામાં આવનાર છે.આ ઉપરાંત આવનારા દિવસોમાં અમરેલી જિલ્લો ઓક્‍સિજનની બાબતમાં આત્‍મનિર્ભર બને તે માટે વધુ ટેન્‍ક ખરીદવાની પ્રક્રિયા પણ હાલ શરૂ છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ૨૦૮ લીટરની એક ટેન્‍ક એવી કુલ ૧૦ ટેન્‍ક આવતા કુલ ૨૦૮૦ લીટર ઓક્‍સિજનનું સ્‍ટોરેજ થતા જિલ્લાને મોટો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે આ ટેન્‍કની મદદથી ઓકિસજનની સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવી છે, જેથી જે દર્દીઓને મોટા સેન્‍ટરોએ ખસેડવામાં આવતા હતા તે હવે ખસેડવાની જરૂર રહેશે નહી અને જે તે વિસ્‍તારના કોરોનાના દર્દીઓની સારવાર જે તે તાલુકાકક્ષાએ જ થઇ જશે.


 

(1:57 pm IST)