Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પ્રયાસોથી સાવરકુંડલા બાયપાસનો પ્રાણ પ્રશ્‍ન હલ થયો

અમરેલી,તા.૮ : સાંસદ નારણભાઈ કાછડીયાના સતત પ્રયાસોથી આખરે સાવરકુંડલા શહેરના પ્રાણ પ્રશ્‍ન એવા બાયપાસના પ્રશ્‍નનો હલ આવેલ છે, આ કામ ઝડપી વેગવંતુ બનેલ છે અને રાજય સરકાર તરફથી તા. ૭ જાન્‍યુઆરી, ૨૦રરના રોજ આ કામ અંદાજિત રૂા. ૭.૫૦ કરોડ જેવી મતાબર રકમ પણ તાત્‍કાલીક મંજુર કરવામાં આવેલ છે.
 સાવરકુંડલા શહેરમાંથી પસાર થતા બાયપાસ પર આવેલ રલ્‍વે લાઈન ઉપર આર.ઓ.બી. નિર્મોણનું કાર્ય છેલ્લા ૬ વર્ષથી પણ વધુ સમયથી વિલંબીત પડેલ હોવાના કારણે વતેમાનમા મોટી કપનીઓના ટેન્‍કરો, ટોરસ અને ભારે વાહનો સાવરકુંડલા શહેરના મધ્‍યમાથી પસાર થઈ રહયા છે જેના લીધે વેપારીઓને ખુબ જ મશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહયો છે તથા શહેરીજનોમાં સતત અકસ્‍માતનો સતત ભય રહે છે.
 સાવરકુંડલા શહેરમાં બનેલ બાયપાસ પર આર.ઓ.બી.ના નિર્માણ કાર્ય ઝડપથી ચાલુ થાય તે માટે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહયા છે અને આ માટે સાંસદશ્રીએ ગત તા. ૨૦ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૧ના રોજ રેલ્‍વે વિભાગ, નેશનલ હાઈવે અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સ્‍થળ પર જોઈન્‍ટ બેઠક અને વીઝીટ યોજલ હતી. આ બેઠકમાં થયેલ નિર્ણય અન્‍વયે ગત તા. ૩ જાન્‍યુઆરી, ૨૦૨૨ના રોજ રેલ્‍વે બોર્ડે તરફથી ફાટક શીફટીંગ માટે જરૂરી મંજુરી પણ મળી ગયેલ છે અને આ કામ માટે આજ તા. ૭ જાન્‍યુઆરી, ૨૦૨૨ના રોજ એટલે કે ફકત ૪ દિવસમાં જ રાજ્‍ય સરકાર તરફથી કુ. ૩ કરોડ પપ લાખ અલ.સી. શીફટીગ માટે અને અદાજિત ૪.૦૦ કરોડ રૂ. રોડના કામ માટે એમ કુલ રૂ. ૭ કરોડ ૫૦ લાખ જેવી માતબર રકમ પણ મંજુર કરી દેવામા આવેલ છે.

 

(1:56 pm IST)