Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પોરબંદરઃ ૮૦ લાખની વીજ ચોરીમાં નિર્દોષને ન્‍યાય અપાવવા કલેકટર અને એસ.પી.ને રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૮: થોડા સમય પહેલા તાલુકાના બળેજમાં ૮૦ લાખની ઝડપાયેલી વીજ ચોરીમાં પુરતી તપાસ કરીને ખરેખર વીજ ચોરી કરનારા સામે કડક પગલા લેવા તેમજ નિર્દોષ વ્‍યકિતને ન્‍યાય અપાવવાની માંગણી સાથે બળેજના કેશુભાઇ નગાભાઇ પરમારે જીલ્લા કલેકટર જીલ્લા પોલીસ વડા (એસ.પી.) તથા પીજીવીસીએલના ચેરમેનને અલગ અલગ રજુઆતો કરી છે.
થોડા દિવસ પહેલા બળેજ ગામે અંકે રૂપીયા એંશી લાખ પુરાની  પાવરચોરી પકડવામાં આવેલી હોય તેમજ ખનીજચોરી સંબંધે તપાસ ચાલુ હોવાનું જણાવી અને આવી પાવરચોરી કેશુભાઇ નગાભાઇ પરમાર દ્વારા કરવામાં આવેલી હોવાનું છાપાઓમાં પ્રસિધ્‍ધ કરાવવામાં આવેલ હતું અને ટીવી માધ્‍યમોમં પણ તે સંબંધે સમાચારો પ્રસિધ્‍ધ થયેલા હતા. પરંતુ ખરેખર કેશુભાઇ નાગાભાઇ પરમાર સાવ ગરીબ માણસ હોય અને ખનીજચોરી અને પાવર ચોરી સંબંધે તેઓ કાંઇ જાણતા ન હોય અને તેથી જ તેઓએ પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણીનો સંપર્ક કરતા અને ભરતભાઇ લાખાણી દ્વારા માનવતાની રૂઇએ અને ગરીબ માણસને ફસાતો અટકાવવા માટે અને ખરેખર ચોરી કરનાર વ્‍યકિતઓની સામે યોગ્‍ય તપાસ થાય તેવા હેતુથી જ જીલ્લા કલેકટર જીલ્લા પોલીસ વડા અધિકારી પીજીવીસીએલના ચેરમેનશ્રીને વિગતવાર અરજી કરી અરજીમાં જણાવેલ કે કેશુભાઇ નગાભાઇ પરમાર સાવ ગરીબ માણસ છે અને  ગેરલાભ લઇ જેની ખાણ હતી તે રાજાભાઇ કે જેઓએ ફોન કરીને તેનું આધારકાર્ડ મંગાવેલુ હોય અને તે આધારકાર્ડના આધારે રૂા.૮૦ લાખની પાવર ચોરીમાં તેની ખોટી સંડોવણી કરી દીધેલી.
સ્‍થળ ઉપર તેઓ હાજર પણ ન હોય અને તે રીતે રાજાભાઇની ખાણ હોય અને ફોન  કરીને આધાર કાર્ડ મંગાવેલુ હોય અને કેશુભાઇ નગાભાઇ પરમારનું ખોટુ નામ લખાવી દીધેલુ અને તે રીતે કેશુભાઇએ વિગતવાર અરજી કરી પોતનો નાર્કો ટેસ્‍ટ કરાવવા અને આ સંબંધે યોગ્‍ય તપાસ કરાવવા અને તે ગરીબ માણસ હોય અને વાયર લેવાના પણ પૈસા ન હોય તે ટી.સી. ઉભુ કરવાનો પ્રશ્ન જ રહેતો ન હોય તેથી આ અંગે યોગ્‍ય તપાસ કરવા અને સાચા માણસો સામે સાચી દિશામાં કાર્યવાહી કરવા અને તટસ્‍થ અને નિષ્‍પક્ષ  કાર્યવાહી કરવા માંગણી સાથે અરજી કરેલ છે. ઉર્જા મંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી  વિગેરે તમામને પણ આ અરજીની નકલો મોકલાવેલ.

 

(1:51 pm IST)