Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જુનાગઢ જિલ્લામાં સાત દિવસમાં કોરોનાનાં ૭૦ થી વધુ કેસ નોંધાયા

કેસ વધતા ટેસ્ટીંગ વધારવામાં આવ્યુ(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૦૮ :   જુનાગઢ જિલ્લામાં સાત દિવસમાં કોરોનાનાં ૭૦ થી વધુ કેસ નોંધાતા કેસોમાં ડબલ ઉછાળો આવ્યો છે.

જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ત્રીજી લહેર શરૃ થઇ ગઇ હોય તેમ દરરોજ કેસ નોંધાવી રહ્યા છે જેમાં છેલ્લા સાત દિવસમાં દરરોજ સરેરાશ ૧૦ કેસ આવ્યા હતા. આમ સાત દિવસમાં ૭૦ કેસની એન્ટ્રી થતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લામાં કોરોનાના કેસ વધતા તંત્ર ટેસ્ટીંગ વધારી દેવાયું છે. જિલ્લામાં હાલ ૯૦ જેટલા સ્થળે વેકસીનેશન અને ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે અને રોજ રપ૦૦ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

જિલ્લામાં ગઇકાલ સુધીમાં પ૧૮૯૩ બાળકોના લક્ષ્યાંક સામે ૪૪૦૪૭ બાળકોને રસીનાં ડોઝ આપી દેવામાં આવેલ.

(1:22 pm IST)