Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મેરેજ બ્યુરોમાંથી નંબર મેળવી લગ્ન કરવાનુ જણાવી ફરીયાદીને કેફીપીણુ પીવડાવી બેભાન કરી ઘરમાંથી ચોરી કરી રફુચક્કર થઈ જતી ટોળકીને પકડી પાડતી વંથલી પોલીસ

જુનાગઢ, તા.૮ :  રેન્જના ડી.આઇ.જી મનિંદર પ્રતાપસિંઘ પવાર જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક રવીતેજા વાસમસેટીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશન જ્ત્ય્ નં.૧૧૨૦૩૦૬૮ર૧૦૫૫૭ આઇપીસી કલમ-૩૨ર૮, ૩૮૦, ૧૧૪ મુજબના કામે ફરીયાદી જેન્તીભાઈ મગનભાઈ દવે બ્રાહ્મ ણ, ઉ.વ.૬૫, રહે.ગામ-આખા તા.વંથલી વાળાએ છાપામાં આવેલ લગ્ન વિષયક જાહેરાત વાળાને ફોન કરી તેઓએ આપેલ દક્ષાબેનના નંબર ઉપર સંપર્ક કરી લગ્ન કરવા અજાણી બે બહેનો ફરીયાદીના ઘરે જોવા આવી ફરીયાદીને ચા માં ઘેનની ગોળીઓ નાખી ફરીયાદીને ચા પીવડાવી બેભાન કરી ફરીયાદીના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૃપિયાની ચોરી કરી સ્વીફટ કારમાં નાસી જઈ ગુનો કરેલ જે ફરીયાદ આધારે પો.સ.ઈ. એ.પી.ડોડીયા તથા સ્ટાફ દ્વારા તપાસ કરી આગવી ટેકનીકથી તથા બાતમી આધારે અમદાવાદ ખાતેથી ત્રણ આરોપીઓને હસ્તગત કરી મુદામાલ રીકવર કરી ગુનો ડીટેકટ કરવામાં આવેલ.

પડડાયેલ આરોપીઃ (૧) દેવયાનીબેન વિષ્ણુભાઈ કાંતીભાઈ પટેલ ઉ.વ.૫૫, રહે.અમદાવાદ નરોડા એસ.જી હાઈવે કઠવાડા રોડ તળાવની સામે સત્વ-૨ એપા.બ્લોક નં.૨૦૫ (ર) સોનલબેન મહેન્દ્રભાઈ રસીકભાઈ જોષી બ્રાહ્મણ, ઉ.વ.૫૧, રહે.અમદાવાદ નરોડા એસ.જી હાઈવે કઠવાડા રોડ શીંગળવા રામેશ્વર સોસાયટી સી-૬૫  (૩) સચીન વિનોદભાઈ નાયક અવદીત બ્રાહ્મણ, ઉ.વ.૪૧, રહે.અમદાવાદ નરોડા એસ.જી હાઈવે કઠવાડા રોડ તળાવની સામે સત્વ-૨ એપા.બ્લોક નં.૨૦૫ પાસેથી (૧)રોકડા રૃમ.૨૦,૦૦૦/- (ર)સોનાના પાટલાની ચીપ (૩)એક જોડી ચાંદીના સાકરા (૫)ચાંદીનો દોરો (૪)કાનના સોનાના દાણા-ર (૫)એક સોનાની નથડી સ્ટેશનના કરેલ છે.

વંથલી પોલીસ સ્ટશેનના પો.સબ ઈન્સ. એ.પી.ડોડીયા તથા પો.હેડ કોન્સ. બળવંતસિંહ પરમાર, પો.હે.કો.પ્રતિક ઠાક્કર, પો. કોન્સ.પ્રતાપભાઈ શેખવા, પો.કો.બાલુભાઈ બાલસ, પો.કો.અરૃણભાઈ મહેતા, પો.કો.ભરતભાઈ ડાંગર, પો.કો.હરેશભાઈ લુવા તથા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:14 pm IST)