Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મોરબીના બેલા ગામ નજીક કારખાનામાં મશીનને બેલ્ટમાં આવી જતા આધેડનું મોત.

મોરબીના બેલા ગામે રહેતો યુવાન કારખાનામાં કામ કરતા સમયે મશીનના બેલ્ટમાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામે રહેતા મીરહુશેન કુરાનબિન મિયા (ઉ.૪૫) બેલા ગામ નજીક આવેલ એબ્રોડ સિરામિકમાં કામ કરતા હોય દરમિયાન કોઈ કારણોસર મશીનના બેલ્ટમાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસ મથકના નરેશભાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

(12:45 pm IST)