Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

રાજકોટ ટ્રાફિક પોલીસે ગોંડલના વાહન ચાલકોને ઇમેમો આપી દીધો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૮ :  રાજકોટ ટ્રાફિક પોલીસના છબરડાઓ રોજ બરોજ બહાર આવી રહ્યા છે ત્યારે ગોંડલ નાની બજારમાં આવેલ જે કામદાર સાડીના શો રૂમમાં કામ કરતા અને ધારશી પારેખની શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ હસમુખભાઈ ઉદેશી ગ્રે કલરનું GJ03 KE 8312 એકિટવા મોટર સાયકલ ધરાવે છે અને કોઈ દિવસ એકિટવા લઈ રાજકોટ ગયા ન હોવા છતાં રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા તા. ૨ના બપોરે ૧૨ વાગ્યે કુવાડવા રોડ ઉપર હેલ્મેટ પહેર્યા વગર પસાર થવા અંગે રૂ. ૫૦૦નો દંડ ફટકારતો મેમો આપવામાં આવ્યો છે.

ઇ-મેમાં અંગે મહેન્દ્રભાઈ ઉદેશી દ્વારા તા. ૨ ના પોતે અને તેમનું એકિટવા મોટર સાયકલ ગોંડલ હોવાના સીસી ટીવી ફૂટેજ એકઠા કરવામાં આવી રહ્યા છે. ફૂટેજ મળી ગયા બાદ રાજકોટ ટ્રાફિક પોલીસને ફૂટેજ આપવામાં આવશે તેવું જણાવાયું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ગોંડલના વાહન ચાલકોને જોયા જાણ્યા વગર ધડાધડ મેમાં ફટકારવામાં આવી રહ્યા હોય આ પહેલા પણ ઘણા લોકોને ખોટા મેમાં આવ્યા હોય વાહન ચાલકોમાં રોષ ફેલાવા પામ્યો છે.

(11:45 am IST)