Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ધોરાજીના બહારપુરા વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

ધોરાજી,તા. ૮: ધોરાજીના બહારપુરા વિજયનગરના પુલ પાસે દેશીદારૂનો ધંધો કરતા હોય તે અંગેની બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચનાથી અને જેતપુરના ડેપ્યુટી એસપી સાગર બાગમાંર માર્ગદર્શન હેઠળ ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા, પી.એસ.આઇ શૈલેષ વસાવા, હિતેશભાઈ ગરેજા, પ્રદીપભાઈ સોલંકી, બળદેવભાઈ સોલંકી, મહેશભાઈ સુવા, ઇન્દ્રસિંહ ચંદ્રસિંહ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા ગઇકાલે રાત્રીના બહારપુરા વિજયનગર પુલ પાસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા હોય જે અંગે વોચ ગોઠવીને રેડ પાડતા દિલીપ ઉર્ફે દિલો ભીખાભાઈ વાઘેલા તેમજ રાજેશ ઉર્ફે રાજુ હરેશભાઈ સોંદરવા બંનેને ઝડપી લીધા હતા તેમજ પાર્થ ગોહિલ રહે રાજકોટ ને પકડવો બાકી છે ઉપરોકત ગુનામાં દેશી દારૂ લીટર ૧૨૭ જેની કિંમત ૨૫૪૦ ઠંડો આથો લીટર ૧૧૭૦ જેની કિંમત રૂપિયા ૨૪૦ મોટા તપેલાને બે બે થાળી સાથે તથા બે પતરાની ટાંકી તેમજ બે ગેસના ચૂલા તેમજ ગેસના બાટલા નંગ-૩ પતરાની નાની ટાંકી બેરલ નંગ સાત મોટરસાયકલ એક વગેરે કુલ મળી રૂપિયા ૩૦૧૮૦ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા ઉપરોકત બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)