Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સાગબારાના નવાગામ (જાવલી) ગામમાં જાહેરમાં જુગાર રમતા ૯ પત્તાપ્રેમીઓને સાગબારા પોલીસે દબોચી લીધા

રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવાગામ જાવલી ગામે કેટલાક વ્યકતિઓ જાહેરમાં જુગાર રમી રમાડી રહ્યા હોય જે બાબતે સાગબારા પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી ત્યારે ત્યાં ભાગદોડ મચી હતી જેમાં પોલીસે ૯ જેટલા જુગારીઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ રેડ માં સાગબારા પોલીસે જુગાર રમતા જાવલીના સુરેંદ્ર ગંગારામ વસાવા, રમેશ શના નાઈક,રાજેશ મહેશ વસાવા,પ્રભાત જાનીયા વસાવા,વિક્કી કેશરસિંગ પાડવી, પ્રેમાનંદ અમરસિંગ વસાવા,અનિલ ઈન્દ્રસિંગ નાઈક, અમરસિંગ ઉર્ફે (અમો) જાનીયા વસાવા,અને બોદવાવ ગામના જીતેંદ્ર ભીમસિંગ વસાવાને ઝડપી લઈ તેમની પાસેથી અંગજડતી ના રોકડા ૨,૨૫૦ રૂપિયા તથા દાવ ઉપરના રોકડા ૧૨૭૦ -રૂપિયા મળી કુલ 3520 રૂપિયાનો મુદ્દામાલ સાથે દબોચી લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:29 pm IST)