Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કોટડાસાંગાણી વેરાવળ ગ્રામપંચાયતના સભ્યએ ઝુપડપટ્ટીના બાળકોને જમાડયા

શાપર વેરાવળ તા.૮ : કોટડાસાંગાણી ના વેરાવળના ગ્રામ પંચાયતના સભ્ય એ પોતાના પુત્રનો જન્મદિવસ ઝુપડપટ્ટીના બાળકોને ભોજન કરાવી તેમનીઙ્ગ સાથે વીતાવી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

હાલની જનરેશન જન્મદિવસ ઉજવવા લખલુટના ખર્ચાઓ કરી પોતાની મોજસોખ પુરા કરે છે જયારે આપણા દેશમા દ્યણા વ્યકિત ઓ તેવા પણ છે જેને બે ટકની રોટી પણ નશીબ નથી થતી ત્યારે કોટડાસાંગાણી ના વેરાવળના ગ્રામ પંચાયત ના સભ્ય રવિરાજસીંહ જાડેજાએ પોતાના પુત્ર યસરાજના પ્રથમ જન્મ દિવસ નીમીત્ત્।ે શાપર વેરાવળમા આવેલ ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવી તેમની સાથે કલાકો વીતાવી હતી.

કન્યા શાળા, કુમાર શાળા, શાંતિ ધામ પ્રાથમિક શાળા સર્વોદય પ્રાથમિક શાળા તેમજ ગામની બાર આંગણવાડી મળી ૨૭૦૦થી બાળકોને ભોજન કરાવી રવીરાજસીંહેઙ્ગ પુત્ર યસરાજના જન્મદિવસની ઉજવણી કરી  પ્રેરણાદાયી કાર્ય કર્યુ છે.

(1:07 pm IST)