Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અમરેલીમાં અજાણ્યા ટ્રેકટર ચાલકે વૃધ્ધને હડફેટે લેતા મોત

અમરેલી તા.૮ : અમરેલી ખાદી કાર્યાલય સામે અજાણ્યા ટ્રેકટર ચાલકે પુરઝડપે અને બે ફિકરાઇથી ટ્રેકટર ચલાવી તા.ર૦-૧રના બપોરના ત્રણેક વાગ્યે નયનભાઇ ડાયાભાઇ નામના વૃધ્ધને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી અમરેલી સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નીપજેલ. આ બનાવ અંગે મોત નીપજાવી નાશી ગયાની ભત્રીજા વશરામભાઇ વાસુકીયાએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વાયરની ચોરી

જાફરાબાદ તાલુકાના ભાવોદર ગામે આવેલ સ્વાન એલ.એન.જી.કંપનીની સાઇટમાં પી.ઓ.બી. બિલ્ડીંગની બાજુમાં રાખવામાં આવેલ કંપનીનો કોપર કેબલ ૩૦૧ મીટર રૂ.૭ર૦૦૦ની કિંમતનો કોઇ તસ્કરો રૂ.ર૪-૧રના સાંજના ૭ વાગ્યાથી તા.રપ-૧રના સવારના પ વાગ્યા દરમિયાન કંપતની ગ્રાઉન્ડમાં વોલમાં પ્રવેશ કરી ચોરી ગયાની મહેન્દ્રભાઇ શંકરભાઇ પગસાદે જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ડબલ સવારી બાઇકને કારે હડફેટે ચડાવ્યું

બગસરાના શાપરથી બગસરા આવતા રસ્તે મગનભાઇ બધાભાઇ મકવાણા ઉ.વ.પપ અને તેમના ગામના તુષારભાઇ મનુભાઇ સોલંકી બાઇક પર બગસરા હીરા ઘસવા જતાં હતાં. ત્યારે બગસરા નજીક ડેમની કેનાલ પાસે પહોંચતા સામેથી આવતી ફોર વ્હીલ કારના ચાલકે પુરઝડપે અને બે ફિકરાઇથી ચલાવી બાઇક સાથેભડકાવી મગનભાઇને શરીરે ઇજાઓ કરી પાછળ બેઠેલા તુષારભાઇને માથાના ભાગે ગંભીર ઇજા કરી શરીરે ઇજા પહોંચાડી નાશી ગયાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

રાજુલાના બર્બટાણામાં ચાંચબંદરની સગીરાને ચાંચબંદર ગામના અરવિંદ શાંતિ શિયાળ ભગાડી ગયાની રાજુલા પોલીસ મથકમાં સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવી છે.

(1:05 pm IST)