Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

પીર લાખાસરમાં દરગાહની દાનપેટીમાંથી ૨૫૦૦૦ની ચોરી

ખંભાળીયા, તા. ૮ :. તાલુકાના પીર લાખાસર ગામે ચોકમાં આવેલી કોઠાવાલ પીરની દરગાહની દાનપેટીમાંથી કોઈ અજાણ્યા શખ્સે દાનપેટીમાંથી રૂ. ૨૫૦૦૦ની ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ પીર લાખાસર ગામે ચોકમાં આવેલી કોઠવાલ પીરની દરગાહની દાનપેટીનું તાડુ તોડી કોઈ અજાણ્યો શખ્સ અંદર રહેલા રૂ. ૨૫૦૦૦ની ચોરી કરી જતા ચોરી અંગે ખૂબમીંયા કાદરૂમીયા પીરએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ખંભાળિયા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ખંભાળિયામાંથી સ્કૂટરની ઉઠાંતરી

ખંભાળિયાના સલાયા રોડ પરથી જયુપીટર સ્કૂટર કોઈ અજાણ્યો ઈસમ ઉઠાવી જતા પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે. શહેરના યોગેશ્વરનગરમાં રહેતા અશોકભાઈ અરજણભાઈ ગોધમે પોતાનું જ્યુપીટર સ્કૂટર જીજે ૧૦ સીએ ૧૧૪૦નું સલાયા રોડ પર આવેલી ખાનગી હોસ્પીટલના પાર્કિંગમાં પાર્ક કરેલું હોય જ્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી જતા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(1:04 pm IST)
  • સેન્સેકસ ૬૯ ડાઉન સાથે ૪૦૭૯૯: નીફટી ૩૩ ડાઉન સાથે ૧૨૦૧૯: રૂપિયો ૭૧.૮૩ access_time 1:01 pm IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાકીદની બેઠક બોલાવી છે. આવતીકાલે સીએમ નિવાસ સ્થાને બેઠક મળશે. એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત જીએડીના અધિકારીઓ, કાયદાવિદોની બેઠક બોલાવી છે. માલધારીઓ અને એલઆરડીની મહિલાઓનો પ્રશ્ન બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. access_time 9:27 pm IST

  • ભગવાનના નામ પર હેવાન બનેલા ભાઈએ માઁ દુર્ગાને ચડાવી 12 વર્ષની સગીર બહેનની બલી : 2018માં પણ આહુતિ મર્ડર કેસમાં ઝડપાયો હતો : ઓડિસાના બોલગીર જિલ્લાના હેવાન શુભોબનની ધરપકડ : ભાઈ સાથે 12 વર્ષની બહેન જનાની રાના નજીકના નૌપાડા જિલ્લાના ખૈરિયારમાં ગઈ હતી પરંતુ પરત નહીં ફરતા ગામલોકોએ પોલીસ સ્ટૅશનને ઘેરીને સગીરાના ભાઈ પર જ શંકા વ્યક્ત કરતા હેવાન ભાઈની ધરપકડ કરતા તેને પોતાની બહેનની બાલી ચડાવ્યાનું કબુલ્યું access_time 1:15 am IST