Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જેતપુરના નવાગઢમાં મોબાઇલની દુકાનમાં વરલીનો જુગાર રમાડતો શહિલ પઠાણ ઝડપાયો

જેતપુર તા ૮  :  નવાગઢ ચોકડી પાસે વરલીના આંકડાનો જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે સીટી પી.આઇ. વી. કે પટેલ, સ્ટાફના પ્રવિણભાઇ ચાવડા, સંજયભાઇ પરમાર, ભાવેશભાઇ ચાવડા, લખુભા, હિતેષભાઇ, મહેન્દ્રભાઇને સાથે રાખી નવાગઢ ચોકડી પાસે આવેલ પી.આર. મોબાઇલ નામની દુકાનમાં જુગાર અંગેની રેડ કરતા દુકાન માલીક શહિલ ઇકબાલ ખાન પઠાણ (રહે. ગઢની રાંગ પાસે, નવાગઢ) વર્લી ફીચરના આંકડા લખતો હોય તેને વરલીના જુગારના રોકડા રૂા ૧,૪૫,૭૦૦/ તેમજ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૩૦૦૦/- મળીકુલ રૂ. ૧,૪૮,૭૦૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:01 pm IST)