Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સગીરા ઉપરના દુષ્કર્મના કેસમાં પકડાયેલ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી ધોરાજી સેસન્સ કોર્ટ

ધોરાજી,તા.૮: ધોરાજી ના એડિશનલ સેશન્સ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવેએ આરોપી અમૃત ઉર્ફે રાજુ ઈશ્વરભાઈ ઠાકોર ને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને આજીવન કેદ તથા રૂપિયા ૧૪૦૦૦ દંડ ફટકારે હતો.

આ કેસ ની ટૂંકી વિગત એવી હતી કે ભોગ બનનાર નો પરિવાર અને આરોપી બધા ઉપલેટા રોડ ના કોઈ કારખાનામાં મજૂરી કામે આવેલા હતા અને ત્યાંથી આરોપી તેમના પત્ની જલ્પાબેન ને સાથે લઈ અને ભોગ બનનારને ધોરાજી હટાણું કરવા જાવું છે તેમ કહીને લઈ ગયેલા ભોગ બનનાર પણ કહી શકાય તેવા ઓછું ભણેલા માત્ર બાર વર્ષની ઉંમરના હતા તે આરોપીની વાતોમાં આવી ગયેલા અને આરોપી સીધા તેમને કચ્છ જિલ્લામાં લઈ ગયેલા ત્યાં કોઈની વાડીએ ભોગ બનનારને રાખેલા અને ભોગ બનનારના માતા-પિતાના નંબર પણ ફાડી નાખે લા. આ વાડીમાં ભોગ બનનાર સાથે આરોપી અમૃત પોતાની પત્ની સૂઈ જાય પછી બળજબરીથી દુષ્કર્મ કરતો અને લાચાર ભોગ બનનાર ને સહન કરવું પડતું એવામાં એક વખત અમૃતભાઈ ના પત્ની જલ્પાબેન જાગી જતા મારામારી થયેલી અને આખો મામલો પોલીસ સ્ટેશને ગયેલો.

ત્યારબાદ દલીલો અને પુરાવાને ધ્યાને લઇ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજે રફીક ખાન પઠાણ વિરુદ્ઘ સરકાર ના ચુકાદાને ધ્યાને લઇ આરોપી ને તકસીરવાન ઠરાવેલ હતા આ સંબંધે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવેલ હતી કે ભોગ બનનારની નાની ઉંમરને ધ્યાને લઇ અને હળવાશથી આ ગુનાને લઈ શકાય નહીં આ તમામ સંજોગો નોંધી અને ધોરાજીના  એડિશનલ સેશન્સ ડિસ્ટ્રિકટ જજ તે સ્પેશિયલ જજે નોંધેલું કે આરોપીના કૃત્યને લીધે ભોગ બનનારના ચરિત્ર સાથે આજીવન એક લેબલ લાગી જાય અને તેમણે દ્યણું સહન કરવાનું થાય આ તમામ સંજોગોને ધ્યાને લઇ અને આરોપીને આજીવન કેદની સજા કરેલ તથા સરકારને ભોગ બનનારને વળતર ચૂકવવા સુચન કરેલ છે.

(11:59 am IST)
  • ઈરાનમાં બે કલાકમાં ૪.૯ અને ૫.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા છે access_time 1:01 pm IST

  • શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર ગ્રેનેડ ફેંકયો બે નાગરીકને ઇજાઃ જમ્મુ-કાશ્મીર શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો થયો છેઃ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરતા બે નાગરિકને ઇજા પહોંચી છેઃ હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. access_time 3:59 pm IST

  • નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઉતરી અભિનેત્રી જુહી ચાવલા : બોલીવુડની અનેક હસ્તીઓએ સીએએ અને એનસીઆરનો વિરોધ કર્યો છે : દીપિકા પાદુકોણની જેએનયુની મુલાકાત બાદના વિવાદ વચ્ચે અભિનેત્રી જુહી ચાવલાએ ભાજપ સમર્થિત એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો : જુહીએ કહ્યું કે આપણામાંથી એવા કેટલા લોકોક હહે જૉ છેલ્લા પાંચ વર્ષમાં એકદિવસની પણ છૂટી લીધી નથી: એક આપણા વડાપ્રધાન છે છે સતત દેશને આગળ લાવવા પ્રયાસ કરે છે access_time 10:54 pm IST