Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળી ભરેલા ટ્રેકટરની કતારો

ધોરાજી, તા.૮: માર્કેટિંગ યાર્ડ માં પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે ત્યારે ધોરાજીમાં કુલ ૭૦૮૦ જેટલા ખેડૂતો નું મગફળી લેવા માટેનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે ત્યારે ખેડૂતોના નિયમ પ્રમાણે અને અન્ય વારા પ્રમાણે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ભરીને ટ્રેકટર લઈને આવતા હોય છે ત્યારે સરકારી કર્મચારીઓ કે.જે પુરવઠા વિભાગ તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ સવારે નવ વાગ્યાની બદલે ૧૧:૦૦ આવે છે ત્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં ખેડૂતો ની અવ્યવસ્થા ઊભી થઈ છે આ સમયે ધોરાજીના ખેડૂત અગ્રણી ધીરૂભાઈ કોયાણી એ જણાવેલ કે જો ખેડૂતોને સવારમાં વહેલો વારો લેવામાં આવે તો ધોરાજી માર્કેટીંગ યાર્ડની બહાર કતારો જોવા ન મળે પરંતુ ધોરાજી પુરવઠા વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ સવારના નવ વાગ્યાની બદલે ૧૧ વાગે આવવાના કારણે ધોરાજી માર્કેટીંગ યાર્ડની બહારના ભાગે રોડ ઉપર ટ્રેકટરો અને મેટાડોર મગફળી ભરેલ વાહનોની લાંબી કતારો જોવા મળે છે અને આવી કડકડતી ઠંડીમાં પણ ખેડૂતોને આઠથી દસ કલાક સુધી બહાર રહેવું પડે છે જે દ્યણી દુઃખની બાબત છે આ બાબતે તાત્કાલિક અસરથી ધોરાજીના ડેપ્યુટી કલેકટર તેમજ પુરવઠા વિભાગના અધિકારીઓએ ખેડૂતોના હિત માટે તાત્કાલિક ઘટતું કરવું જોઈએ અન્યથા ધોરાજીના ખેડૂતો દ્વારા ઉચ્ચ કક્ષાએરજૂઆત કરવામાં આવશે.

(11:52 am IST)