Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

હળવદમાં બે મહિલા છેતરાઇ : ૬ તોલા સોનું લઇ બે શખ્સો ફરાર

હળવદ તા.૮: હળવદ શહેર ના સતત ધમધમતા વિસ્તાર એવા સામતસર તળાવ કાંઠે આવેલ શિવાલિક એપાર્ટમેન્ટમાં રહેતા માલતીબેન પ્રતાપભાઈ દવે અને તેમના ઘરે ઘર કામ માટે આવતા માલણીયાદ ગામના રીટાબેન ખવાસ ઘરે હતા ત્યારે ત્યાં બે શખ્સો આવ્યા હતા અને સોનુ હળદરમા ધોવી ને ચમકાવી આપતા હોવાનું જણાવ્યું હતું

જેથી બંને મહિલાઓ આ ઠગ બેલડીની વાતોમાં આવી જઈ ને  માલતીબેન એ પોતાની સોનાની ચાર બંગડી બે બુટીઓ અને એક સોનાનો ચેન તેમજ રીટાબેનએ કાનના બે બુટીયા મળી કુલ ૬ તોલા જેટલું સોનું ધોવા માટે આપ્યું હતું જેથી ઠગ બેલડી દ્વારા સ્ટીલ ના ડબ્બા  મંગાવી તેમાં હળદર નાખી ગેસ પર ગરમ કરવા લાગ્યા હતા અને  થોડીવાર પછી બન્ને શખ્સો દ્વારા રીટાબેન ને જણાવેલ કે  સાવરણીની એક સળી લેતા આવો તેમ કહી બંને મહિલાઓ ની નજર ચૂકવી આ બન્ને શખ્સો સોનુ લઇ રફુચક્કર થઈ ગયા હતા.જેથી સોનુ ધોવાના બહાને બંને શખ્સો સોનુ લઈ ગયા હોવાનું મહિલાને જણાતા તેઓ દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી જેથી લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ હળવદ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

(11:52 am IST)