Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જામનગરના બાલાચડીમાં કાલાવડના એનસીસી કેડેટસનો શ્રેષ્ઠ દેખાવ

કાલાવડ તા.૮: તાજેતરમાં ૨૭ બટાલીયન જામનગર દ્વારા તારીખ ૧/૧૧/૨૦૧૯ી ૧૦/૧૧/૨૦૧૯ સુધી બાલાચડી મુકમે સીએટીસી કેમ્પનુ આયોજન કરવામા આવેલ જેમાં ૨૭ બટાલીયન અંતર્ગત ૫૦૦ કેેટસોએ ભાગ લીધેલ. આ કેમ્પમાં આ કોલેજના ૪૮ કેડેટસોએ ભાગ લીધો હતો. દસ દિવસની આ ટ્રેનિગમાં  જુદી જુદી કોમ્પીટીશનમા કોલેજના કેડેટસનો દેખાવ શાનદાર રહ્યો.

જેમા લાઇન એરિયામા એસડબલ્યુના કેડેટસોનો પ્રથમ નંબર આવ્યો, ડ્રીલમાં એસડીનો સેકન્ડ, ગરબામા એસડી/એસડબલ્યુનો સેકન્ડ, લેકચરેટમાં ચાંગાણી વિભૂતિનો થર્ડ, સ્કીટમા ચૌહાણ પુષ્પા પ્રવિણભાઇનો સેકન્ડ, ગ્રુપ સોંગમાં જાડેજા રવિરાજસિંહ ઘનશ્યામસિંહ સેકન્ડ (સિલ્વર મેડલ), ગ્રુપ સોંગમાં વઢરકિયા દિલીપ વિનોદભાઇનો સેકન્ડ (સિલ્વર મેડલ) સ્પેશ્યલ પ્રાઇઝમાં (એડમ ડયુટી)માં જાડેજા સત્યજીસિંહ પ્રવિણસિંહ તથા સ્પેશ્યલ પ્રાઇઝ (એડમડયુટી)માં ચાવડા ડીમ્પલ હસમુખભાઇએ નંબર મેળવેલ હતો.

વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમા એન.સી.સી. અને એન.એસ.એસ.ની મહત્વની ભૂમિકા હોય છે. આ કોલેજમાં એન.એસ.એસ.નુ એક યુનિટ તથા એન.સી.સી.ના બે યુનિટો કાર્યરત છે. એન.સી.સી. અંતર્ગત ૨૭ બટાલીયન જામનગરમા આ કોલેજનો હમેશા દબદબો રહ્યો છે.

સફળતા બદલ કોલેજના ચેરમેન ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ, કોલેજના પ્રિન્સીપાલ ડો.એન.કે. ડોબરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન્ય કુલપતિ ડો.નીતીન પેથાણી તથા માન્ય ઉપકુલપતિ વિજય દેસાણીએ અભિનંદન પાઠવેલ છે.

(11:52 am IST)