Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

પોરબંદરની વિ.જે. મદ્રેસા શૈક્ષણીક સંકુલ સંસ્થાન ૧૩૩ વર્ષ પુર્ણઃ સ્થાપના દિને વિવિધ સ્પર્ધા યોજાઇ

પોરબંદર તા. : વિ.જે.મદ્રેસા  ગર્લ્સ એન્ડ બોયઝ હાઇસ્કુલ અને શેઠ હાજી અબ્દુલ્લાહ ઝવેરી અંગ્રેજી સંકુલ શૈક્ષણીક સંસ્થાને  ૧૩૩ વર્ષ પૂર્ણ થતાં સ્થાપના દિઁનની ઉજવણી કરાઇ હતી. વિદ્યાર્થીઓ  માટે વિવિધ સ્પર્ધા યોજાઇ હતી.

અંગ્રેજી  કેલેન્ડર મુજબ નવા વર્ષે વિ.જે.મદ્દેસા ગર્લ્સ એન્ડ બોયઝ હાઈસ્ફુલ તથા શેઠ હાજી અબ્દુલ્લાહ ઝવેરી અંગ્રજી માઘ્યમ સ્કૂલે શાળાના સ્થાપના દિવસ તા.૧-૧-૧૮૮૭ થી આજે ૧૩૩ વર્ષ પૂર્ણ થતાં ૧૩૪ માં વર્ષમાં પ્રવેશ કરતા આ બંન્ને શાળાએ સ્થાપના દીનની ઉજવણી ખુબ ઉમંગ અને ઉત્સાહભેર કરી હતી. શાળાના ઓન.સેક્રેટરી શ્રી ફારૂકભાઈ સુર્યા તથા શાળાસંકુલ ના તમામ શૈક્ષણિકસ્ટાફ અને તમામ વિદ્યાથી ઉત્સાહ થી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરી.

શાળાના વિદ્યાર્થી બાળકો જાણે પોતાનો જન્મ દિવસ ઉજવતા હોય તે રીતે શાળા સ્થાપના દિવસ અને નવા વર્ષ ની ઉજવણી કરી. વિકટોરીયા જયુબેલી મદ્દેસા બોઈઝ હાઈસ્કૂલ તથા ગર્લ્સ હાઇસ્કુલ તેમજ શાળાના સ્થાપકના નામ થી ચાલતી શેઠ હાજી અબ્દુલ્લાહ ઝવેરી સ્કૂલનો સ્થાપના દીન એવો ઠાઠથી ઉજવ્યો કે બધા શિક્ષકો દવારા કેક સેલીબરેશન ના કાર્યક્રમથી શરૂઆત કરવામાં આવી. સૌ વિદ્યાર્થીના મુખમુદ્દા ઉપરથી ખુશી નો માહોલ જોવા મળ્યો. પહેલા તો શિક્ષકગણે તથા વિધાર્થીઓએ અલગ રંગના વસ્ત્રપરિધાન કરી ઉજવણી ને ચાર ચાંદ લગાવી દીધા. તેમાં દિકરીઓ માટે ગુલાબી ડ્રેસ હતો અને દિકરાઓ માટે બ્લુ ડ્રેસ હતો. એલ.કે.જી.ના શિક્ષકો તથા યુ.કે.જી.ના શિક્ષકો જેમાં મીસ મીરા રૂમેઝા તથા મીસ ચૌહાણ સ્નોહા અને યુ.કે.જી. ના શિક્ષકો જેવા કે લખલાણી બંશરી મેડમે નાના બાળકોને દોડવાની સ્પર્ધા તથા યુ.કે.જી.ના બાળકોમાં લીબુ ચમચીની રમત રમાડી બાળકોને ખુબ ખુશ કરી દીધા.ધો. ૧ થી ૩ ધોરણના વિધાર્થીઓ માટે સંગીત ખુરશી નું આયોજન મીસ વર્ષા ઓડેદરા તથા મીસ આમેના પઠાણ અને લખલાણી મોનાલી મેડમે કરાવ્યા. તો આ નાના કુમળા બાળકો માટે આયોજન કરવા બદલ ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા  ધન્યવાદ આપ્યા. આ પછી ધો.૪ થી ધો.૮ ના વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો જેવા કે મીસ આશીયાના, લીના ચૌહાણ, સોમૈયા મીના, કાબાવલીયા આતેકા,કોટીયા દીપા, ચાન્ડપા ખ્યાતી કુબાવત રવીના અને થાનકી સિતલ, આ બધા શિક્ષકગણે વેસ્ટમાંથી બેસ્ટ શિર્ષક ઉપર પોત પોતાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી જુદી જુદી વસ્તુ બનાવી લાવવાનું કહયું. વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે આપણા ઘરમાં નકામીવસ્તુઓમાંથી વિદ્યાર્થીઓએ કેવી સરસ મજાની ચીજો બનાવી તે આશ્ચર્યજનક છે. વેસ્ટમાંથી બેસ્ટ આ સ્પર્ધા કરવામાં આ આખી સ્પર્ધાનું આયોજન કરવા માટે કુબાવત રવીના મેડમે વિદ્યાર્થીને તૈયાર કરવામાં અને માર્ગદર્શન આપવામા જહેમત ઉઠાવી.  કાર્યક્રમનો યશ તમામ સ્ટાફ તથા અંગ્રેજી માઘ્યમના પ્રિન્સીપાલ રવીના કુબાવતને ફાળે જાય છે.

ધો.૪ થી ધો.૮ ના વિધાર્થીઓએ નકામા છાપામાંથી ઝુલો, નકામા એકસપ્રરે માંથી ફૂલદાની, નકામી પ્લાસ્ટીકની બોટલ માંથી સરસ ફૂલકુંજ, પુઠામાંથી નાઈટ લેમ્પ, ધો.પ ના વિદર્થી જાફરે રૂ માંથી કેક બનાવી. વિધાર્થી શેખ એમ.હુશેન અકબરઅલી એ નકામી પ્લાસ્ટીકની બોટલમાંથી પંખો એટલો સરસ બનાવ્યો  જે  પ્રશંસનીય છે. એવી રીતે નકામા બાકસના ખોખામાંથી, દિવાસળીમાંથી વાહન, ટોડલા ઝુમર બનાવી વિધાર્થીએ પોતાનું પ્રદર્શન રજુ કર્યું. ધો. ના વિધાર્થી ઘુમરા ફાતમા એ નકામા પ્લાસ્ટીકના ગ્લાસ માંથી તથા પુસ્તકના પુઠામાંથી સો-પીસ બનાવ્યું. ધો.૫ ના સલમાને કુલ્ફીની દંડી માંથી ફોટા ફેમ બનાવી. આ રીતે દરેક વિધાર્થીએ પોતપોતાની રીતે કરામત બતાવી.

ધો.૪ ની કાણકીયા રેહાનકુમારીએ નકામી બંગળી માંથી રાજાશાહી બગી બનાવી મંત્રમુગ્ધ કરી દીધા. ધો.૪ ના વિધાર્થી સાટી ઉબેદ અકબરે પુંઠામાંથી પેન રાખવાનું સ્ટેન્ડ બનાવ્યું. સાટી ઉમીયાણી અકબર એ પીગી હાઉસ બનાવી આ રીતે વિધાર્થીએ અને વિધાર્થીનીઓએ પોતપોતાનું કલા પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું અને શાળાના સ્થાપના દીનની ઉજવણી કરી.

(11:52 am IST)