Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

તળાજાના ધારાસભ્યએ શિવકથામાં કરેલી ૧૧ લાખની ગ્રાન્ટની જાહેરાતને લઈ મતમતાંતર

ભાવનગર તા.૮: ભાવનગર ના તળાજા સ્થિત સ્મશાનની ભૂમિપર ન ૂભતો ન ભવિષ્યતિ સમાન શિવ કથા યોજાઈ. સ્મશાન ની ભૂમિ અને વિકાસ માટે આયોજિત કથામાં દાતાઓ અને કાર્યકરો તન ,મન,ધન થી વરસ્યા.કથામાં ઉપસ્થિત રહેલ ધારાસભ્ય એ પોતાની ગ્રાંટ માંથી ૧૧લાખ ફાળવણીની જાહેરાત કરી હતી.આ જાહેરાત આગામી સમયમાં વિવાદ સર્જે તેમ જાણવા મળી રહયુ છે.કારણકે કરેલી જાહેરાત ને લઈ મતમતાંતરો લોકજીભે સાંભળવા મળે છે.

 તળાજા ખાતે સ્મશાન ના વિકાસ માટે આયોજિત શિવકથામાં ધારાસભ્ય કાર્યકરો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કનુભાઇ બારીયા એ પોતાને રાજય સરકાર ્દરારા મળતી ગ્રાન્ટ માંથી રૂપિયા અગિયાર લાખ ની ગ્રાંટ સ્મશાન ના વિકાસ માટે ફાળવશે ની જાહેરાત કરવામાં આવી હતી.

જાહેરાત ના પગલે કોંગ્રેસના કાર્યકરો પણ ઉત્સાહ માં આવી ગયા હતા.મંચપરથી ધારાસભ્ય ને બિરદવવા માં આવ્યા હતા.

બીજી તરફ ધારાસભ્ય એ કરેલી જાહેરાત ના પગલે એવો પ્રશ્ન જાણકાર સુત્રોમાં ઉદભવી રહ્યો છેકે એકજ જગ્યામાટે એકી સાથે ધારાસભ્ય આટલી મોટી રકમ ફાળવી શકે ખરા?જાણકાર સુત્રોમાં થતી ચર્ચા પ્રમાણે કોઈપણ એક કામ માટે ત્રણલાખ જ ફાળવી શકે !

આ બાબતે ધારાસભ્ય કનુભાઈ બારીયા એ જણાવ્યું હતુંકે પહેલા ત્રણ લાખ નો નિયમ હતો.હવે પાંચ લાખ થયા છે.તેમ છતાંય આયોજન અધિકારીની સલાહ લેવામાં આવશે.ત્રાપજ સ્મશાન માટે તેમણે પાંચેક લાખ ફળવ્યા નો દાવો કર્યો હતો.સાથે તેમણે ઉમેર્યું હતુંકે અલગ અલગ લેટર પેડ અને સમયે અલગ અલગ વિકાસ ના કામો માટે ૧૧ લાખની ગ્રાન્ટ વપરાય તેવું આયોજન કરવામાં આવશે.હાલ તેઓ પણ એકીસાથે અગિયાર લાખ ફાળવી શકાય કે કેમ તે બાબતે પૂરો અભ્યાસી નહોય આયોજન અધિકારી સાથે પરામર્શ કરી તળાજા સ્મશાન વિકાસ માટે ફાળવેલી ગ્રાંટ ને લઈ સક્રિય રહશે તેવો દાવો કર્યો હતો.જોકે હરીફ રાજકીય પક્ષ ભવિષ્યમાં આ મુદ્દો બનાવી શકે તેમ છે. પાલિકા ના સતાવાર અધિકારી ગણ દ્વારા જાણવા મળતી વિગતો મુજબ સરકાર ની કૈલાસધામ વિકાસ માટે પંદર લાખ રૂપિયાની ખાસ ગ્રાંટ આવેલ છે.એ ઉપરાંત સત્યાવીસ લાખના ખર્ચે અહીં મોટો હોલ લાયબ્રેરીસહિત નો લોક ઉપયોગ માટે ખર્ચવામાં આવે તેવું આયોજન કરવામાં આવશે.

(11:51 am IST)