Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કાલે હાર્દિક પટેલ ભાણવડમાં

ખંભાળીયા, તા. ૮ : ભાણવડ કોંગ્રેસ સમિતિ દ્વારા તા. ૯ ને ગુરૂવારના રોજ 'જન સંવાદ' કાર્યક્રમનું આયોજન રાખેલ છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને યુવા નેતા હાર્દિકભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં દ્વારકા જીલ્લા કોંગ્રેસ સમિતિ, ઉપપ્રમુખ, મહામંત્રીઓ, મંત્રીઓ, જીલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સદસ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા મામ સદસ્યો, તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ, તમામ સમાજના અગ્રણીઓ, આગેવાનો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો, બેરોજગારો અને જાહેર જનતાને આહીર સમાજ, ભાણવડ ખાતે સવારે ૯-૩૦ કલાકે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

(11:50 am IST)