Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

શાપર - વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા ૪ પકડાયા

રાજકોટ, તા., ૮: શાપર-વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળામાં વિકાસ સ્ટવ રોડ, ડીલકસ પાન સામેની શેરીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ કુલદીપસિંહ ગોહેલના માર્ગદર્શનમાં પોલીસ કોન્સ્ટેબલ રવીરાજસિંહ ઝાલા સહીતના સ્ટાફે રેડ કરી જુગાર રમતા મોતી ખીમજીભાઇ ડાભી, મુકેશ મનજીભાઇ લાઠીયા, પુંજા અમરાભાઇ ચાવડા તથા રમેશ જેઠાભાઇ વિંઝુડા (રહે. તમામ વેરાવળ, સર્વોદય સોસાયટી, પ૦ વારીયા કવાર્ટર, મફતીયા પરા)ને રોકડા રૂપીયા ૪૧૩૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:50 am IST)