Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સોમનાથ મહાદેવના દર્શનાર્થીઓ અદ્યતન ટેકનોલોજીથી પ્રથમ જ્યોર્તિલીંગનું નિકટથી સાંનિધ્ય મેળવી શકશે

 પ્રભાસ પાટણ તા.૮: વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ દર્શનાર્થે પ્રતિવર્ષ કરોડો શિવભકતો - યાત્રિકો - પ્રવાસીઓ આવતા હોય છે. પ્રત્યેક શ્રધ્ધાળુઓ શિવ જ્યોર્તિલીંગ નિકટ - સાનિધ્ય ઝંખતા હોય છે. જે શકય બની શકતુ નથી. પરંતુ સોમનાથ ટ્રસ્ટ -ટ્રસ્ટી -સચિવ પ્રવિણભાઇ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના પ્રયાસોથી સોમનાથ મંદિર લગેજ રૂમ પાસે એક વર્ચુઅલ રીયાલીટી કેમેરાકક્ષ તૈયાર થઇ રહ્યુ છે.  જે અંદાજે ૩૮ ફુટ લાંબુ અને ૨૮ ફુટ પહોળુ તથા દોઢ ફૂટની ઉંચાઇ પ્લીન્થ બાંધકામ ચાલી રહ્રયુ છે.

આ કેમેરા કક્ષમાં યાત્રિકો સ્વયંભુ જ્યોર્તિલીંગની જાણે મંદીરના ગર્ભગૃહમાં સંદેહ પ્રવેશ્યા હોય તેવી ૪ જી ડાયમન્સથી વર્ચુઅલ રીયાલીટી અનુભુતી કરશે. અને જેનો ફોટોગ્રાફ પણ ત્યાં પાડી આપવામાં આવશે. અગર નિયત નિયમે પાડવા પણ દેવામાં આવશે અને કદાચ શિવભકતો ભગવાન ભોળાનાથ સદાશિવને સ્વયં ગંગાજળ અભિષેક કરી રહ્યા હોય અથવા સોમનાથ મંદિર સમીપ જાણે અંદર જ પ્રવેશી તસ્વીર પડાવી હોય તેવી હાઇરીઝોલ્યુઅશન વર્ચ્યુઅલ રીયાલીટી અનુભુતિ તસ્વીર યાત્રા સ્મૃતિ સંભારણું બની રહેશે.

કઇ રીતે ગોઠવાય છે કયાં દ્રશ્યો હુબહુ અનુભુતિ આપશે. તે પ્રોજેકટ અંગે ટ્રસ્ટ તૈયાર કરી રહ્યુ છે. પરંતુ કેટલાક યાત્રીકોને આ પધ્ધતિ શુ હશે તે જાણવા પ્રયત્ન કરતા તેમણે જણાવ્યુ કે મેટ્રોસીટીના સ્ટાર્ન્ડ મોલમાં - કાકરીયા કાર્નીવલમાં આ ટેકનીક જોવા મળતી હોય  છે.

આમ ભગવાન ભકતોને મળશે - ભલે રૂબરૂ નહી તો ટેકનોલોજીના માધ્યમથી રૂબરૂ જેવો જ અહેસાસ - અનુભુતિ થશે જે પણ ભકતો માટે મોટી વાત છે.

એક યાત્રિકે દાખલો આપતા કહ્યુ કે પોરબંદરમાં આવેલ તારામંડળમાં આપણે જોતા હોઇએ ત્યારે તારા આકાશમાં આપણે પહોચી ચુકયા હોય અને આકાશના તારાઓ વચ્ચે ફરતા હોઇએ તેવુ લાગે તેવી આ ટેકનોલોજી હોઇ શકે

કામની ઝડપ જોતાં મહાશીવરાત્રીએ આ વરસે ભકતોને સોમનાથ ટ્રસ્ટના પ્રયાસોથી યાત્રિક સેવામાં  નવુ નજરાણુ અને ધન્યતા - પુણ્યતા પ્રાપ્તીનુ લોકાર્પણ થવા સંભવ છે.

(11:48 am IST)