Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ગોંડલ વેરી તળાવ પાસે સીસીરોડ પેવરબ્લોક ખાતમુહુર્ત

ગોંડલ :  ગોંડલ શહેરથી પાંચ કિમી દૂર વેરી તળાવ પાસે ભરવાડ સમાજના મચ્છો માતાજીના મંદિર, ખીમસૂરિયા પરિવાર ના સતી માતાજી મંદિર ના પટાંગણમાં પેવર બ્લોક બ્લોક તેમજ વેરી પીર જતા માર્ગને સીસી રોડ બનાવવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે નગર પાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, વાહન શાખાના ચેરમેન ગૌતમભાઈ સિંધવ, વોટર વકર્સ શાખા ચેરમેન અનિલભાઈ માધડ, બાંધકામ શાખા ચેરમેન કૌશિકભાઈ પડાળીયા, સદસ્ય જગદીશભાઈ રામાણી, જેન્તીભાઈ પરમાર સહિત બહોળી સંખ્યામાં લોકો હજાર રહ્યા હતા.તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય)

(11:43 am IST)