Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ધોરાજીની મુસ્લીમ મિડલ સ્કુલમાં સન્માન સમારોહ

ધોરાજી : મુસ્લીમ મિડલ સ્કુલમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ધોરણ ૧૦-૧૨માં ઉતીર્ણ થનાર વિદ્યાર્થી ભાઇ બહેનોને પ્રોત્સાહીત કરવા સન્માન સમારંભ નિવૃત પોલીસ મહાનિર્દેશક એ.આઇ.સૈયદના પ્રમુખસ્થાને યોજાયેલ હતો.મુખ્ય અતિથિપદે ઉપસ્થિત સ્પે.આઇજીએમએમ અનારવાલાએ જણાવેલ કે સફળતા માટે શિક્ષણને લક્ષ્ય બનાવો સારૂ વિચારો અને સારા પુસ્તકો વાંચીને જ્ઞાન પ્રાપ્ત કરો. ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ ઉચ્ચશિક્ષણ ઉપર ભાર મુકી ટેકનીકલ યુગમાં સમાજને અપડેટ કરવા અને શિક્ષણ થકી જ પ્રગતિ પ્રાપ્ત કરવા અનુરોધ કરેલ હતો. નિવૃત ડીવાયએસપી સિરાજ ઓ.ઝબાએ લઘુમતી સમાજમાં શિક્ષણનો અભાવ દૂર કરી શેૈક્ષણિક ક્રાંતી લાવવા તથા દિકરા દિકરી વચ્ચેની અસમાનતા દૂર કરવા જણાવેલ હતુ. પ્રમુખસ્થાનેથી નિવૃત પોલીસ મહાનિર્દેશક એ.આઇ.સૈયદ ઉપસ્થિત રહ્યા હતા. ચાલુ વર્ષે પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ વિદ્યાર્થીમાં ગુજરાતીમાં મુલ્લા આમના ઇસ્માઇલ ૯૯.૦૭, પઠાણ શાહિલ અસમલ ૯૦.૨૮, અંગ્રેજી માધ્યમ પોઠીયાવાલા એન્જલના ફૈસલ ૯૭.૩૪ તૈલી અહેમદરઝા ઇકબાલ ૮૩.૫૯, ઇગારીયા મેહબીશા અલતાફ ૯૮.૫૧નો સમાવેશ થાય છે. મેમણ જમાત સુરતના પ્રમુખ મકસુદ ગોડીલ, માજી પ્રમુખ જુનૈદ છુટાણી, પોલીસ ઇન્સ્પેકટર વિજયભાઇ જોશી, ધોરાજી મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી અફરોઝ લકકડકુટા, બકાલી જમાતના પ્રમુખ ઇમ્તીયાઝ ખોખરા, સુધરાઇ સભ્ય અને પઠોયાવાલા જમાતના પ્રમુખ ઇમ્તીયાઝ ઇબ્રાહીમ મુસ્લીમ અગ્રણી હાજી ઇબ્રાહીમ કુરેશી, રઝાકભાઇ ઘોડી, જૂનેદ લાટીવાલા, મુકીમ હસનફતા (મુંબઇ), ડો.કૈયુમ માકડા વાલીણએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. શાળાના ચેરમેન હાજી તુફેલ નુરાની તથા ટ્રસ્ટી અમીનભાઇ નાવીવાલાએ સ્વાગત કરેલ હતુ. આ તકે બાળકોએ વિવિધ સાંસ્કૃતિક તથા દેશભકિતના ગીતો રજૂ કર્યા હતા. આભારવિધિ સલીમભાઇ પાનવાલા (જીઇબી)એ કરી હતી. સન્માન સમારંભની તસ્વીર.

(11:43 am IST)
  • રાજયના વિવિધ ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસનંુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળશે : પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો એકઠા થયા : ખેડૂતોને પાકવિમા, સરકારી શાળાઓ બંધ કરવાના મામલે અને નવજાત શિશુઓના મોત તેમજ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને દેવામાફી સહિતના મુદ્દાઓ લઈને રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે access_time 5:18 pm IST

  • ઈરાનમાં બે કલાકમાં ૪.૯ અને ૫.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા છે access_time 1:01 pm IST

  • નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઉતરી અભિનેત્રી જુહી ચાવલા : બોલીવુડની અનેક હસ્તીઓએ સીએએ અને એનસીઆરનો વિરોધ કર્યો છે : દીપિકા પાદુકોણની જેએનયુની મુલાકાત બાદના વિવાદ વચ્ચે અભિનેત્રી જુહી ચાવલાએ ભાજપ સમર્થિત એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો : જુહીએ કહ્યું કે આપણામાંથી એવા કેટલા લોકોક હહે જૉ છેલ્લા પાંચ વર્ષમાં એકદિવસની પણ છૂટી લીધી નથી: એક આપણા વડાપ્રધાન છે છે સતત દેશને આગળ લાવવા પ્રયાસ કરે છે access_time 10:54 pm IST