Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ગોંડલમાં આપઘાત કરવા જઇ રહેલ વૃધ્ધાને ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે બચાવી લીધાં

ગોંડલ,તા.૮:ગોંડલ ૧૮૧ મહિલા હેલ્પલાઈનના કાઉન્સિલર, કોન્સ્ટેબલ અને પાયલોટે આશાપુરા ડેમ માં આપદ્યાત કરવા જઈ રહેલ રાજકોટના માનસિક બિમાર વૃદ્ઘાને બચાવી પરિવારજનો સાથે મિલન કરાવી સરાહનીય કાર્ય કર્યું છે.

ગોંડલ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કાઉન્સીલર તરીકે ફરજ બજાવતા કોમલબેન સોલંકી, કોન્સ્ટેબલ હેતલબેન પરમાર અને પાયલોટ ભગીરથભાઈ ચુડાસમાને કોઈ માનસિક બિમાર વૃદ્ઘ મહિલા આશાપુરા ડેમમાં આપદ્યાત કરવા જઈ રહ્યાં મેસેજ મળતા તુરંત દોડી ગયા હતા અને વૃદ્ઘાને આપદ્યાત કરતા બચાવ્યા હતા.ઙ્ગ

હેલ્પલાઇનના કર્મચારીઓએ જણાવ્યું હતું કે રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન જીવરાજભાઈ જેઠવા ઉંમર વર્ષ ૫૭ પોતાના પતિ સાથે એકટીવા મોટરસાયકલ પર રાજકોટ થી ગોંડલ પાસે આવેલા રાંદલ ના દડવા મંદિરે દર્શને જઈ રહ્યા હતા દરમ્યાન ગોંડલ પાસે એકિટવા મોટરસાઇકલ પરથી કૂદકો મારી ઉતરી ગયા હતા અને દર્શને આવવાની ના કહી હતી બાદમાં માનસિક બિમાર વૃદ્ઘ મહિલા આશાપુરા ડેમ પહોંચી જવા પામ્યા હતા જયાં કોઈએ ૧૮૧ ની ટીમને જાણ કરતા તેમનો જીવ બચી જવા પામ્યો હતો માનસિક બીમાર વૃદ્ઘાની પારિવારિક તપાસ કરી રાજકોટ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું ચંદ્રિકાબેનના પતિ લાખના બંગલા પાસે દરજી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

(11:42 am IST)