Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાજકોટ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા

પ્રેમગઢમાં વૈજ્ઞાનીક ઢબે પશુપાલન અંગે માર્ગદર્શન : પાદરિયાની હાજરી

જેતપુર પાસેના પ્રેમગઢમાં પશુપાલન શિબીર પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કે.પી. પાદરીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ તા ૮  :  ગઇકાલે જેતપુર તાલુકાના પ્રેમગઢ મુકામે પશુપાલન ખાતા અને રાજકોટ જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા તાલુકા કક્ષાની મહિલા પશુપાલન અંગેની શિબીર અને પ્રદર્શનનુ઼ આયોજન કરવામાં આવેલ.

મુખ્ય મહેમાન તરીકે શ્રી કે.પી. પાદરીયા, ચેરમેનશ્રી કારોબારી સમિતિ, જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સદસ્યશ્રી, સરપંચ, દૂધમંડળી, સહકારી મંડળીના આગેવાનો તેમજ ૩૦૦ જેટલી મહીલા શીબારાર્ર્થી બહેનો હાજર રહેલ હતા.

તજજ્ઞ તરીકે રાજકોટના નાયબ પશુપાલન નિયામક ડો. બી.જે. વઘાસીયા, ડો. ડી.બી. રાખોલીયા, ડો. સરોડીયા, મહીલા પશુપાલકોને આદર્શ પશુપાલન, વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અંગેનું માર્ગદર્શન આપેલ હતું.

કે.પી. પાદરીયાએ પશુપાલન શાખા પરિવાર વતી ડો. રૂપાપરા, ડો. ચાવડા તેમજ ડો. બારોટ દ્વારા સન્માન કરાયું હતું. શિબીરને સફળ બનાવવા સમગ્ર પશુપાલન ટીમ, જેતપુર તાલુકાએ જહેમત ઉઠાવેલ હતી.

(11:41 am IST)