Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જામનગરના હાડાટોડા ખાતે ગ્રામીણ તાલીમ યોજના હેઠળ બહેનોને તાલીમ અપાઇ

જામનગર ચાઇનીઝ દોરા-(તુકકલ) વેચાણ પર પ્રતિબંધ

જામનગર તા.૮  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (SBI RSETI – Jamnagar) દ્વારા ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામએ પાપડ, અથાણા અને મસાલા પાવડરની ૧૦ દિવસીય તાલીમનું આયોજન તા.૨૧ થી ૩૦ડીસેમ્બર  દરમિયાન કરવામાં આવેલું હતું. આ ૧૦ દિવસીય તાલીમ દરમિયાન બહેનોને વિવિધ રમતો, આત્મવિશ્વાસ વધારવો, સિદ્ઘી પ્રેરણા, વગેરેની સમજ આપવામાં આવેલ હતી. એસ.બી.આઈ. આર.સેટી.ના ડાયરેકટરશ્રી રાજેન્દ્રકુમાર એન.તડવી તથા હિરલબેન મદ્યોડીયા દ્વારા બહેનોને માર્કેટ સર્વે તથા ઉદ્યોગ સાહસિકતાના અનુભવોની સમજુતી આપેલ હતી.

આ સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય લાભાર્થીઓ વિનામૂલ્યે તાલીમ મેળવીને સ્વરોજગાર મેળવી શકે તથા આર્થિકરીતે પગભર થાય તેનો છે. આ તાલીમને સફળ બનાવવા ડાયરેકટરશ્રી રાજેન્દ્રકુમાર એન.તડવીના માર્ગદર્શન હેઠળ આર.સેટી સ્ટાફ તથા તાલીમના ફેકલ્ટી નયનાબેન રાણપરીયાએ જહેમત ઉઠાવી હતી. જે કોઈ ભાઈઓ તથા બહેનો આ સંસ્થામાં તાલીમ લેવા ઈચ્છતા હોય તેઓ અમારો ભારતીય સ્ટેટ બેંક ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન–જામનગર ગૌશાળા પાસે, ધુંવાવ–જામનગર ટેલી. ૦૨૮૮ – ૨૫૭૦૦૧૦ મો.૭૬૦૦૦૩૫૨૨૧, ૭૪૦૫૭૬૫૪૨૯નો સંપર્ક કરી શકે છે.

ચાઇનીઝ બનાવટના દોરાનો તથા ચાઇનીઝ લેન્ટર્ન (તુક્કલ)ના ઉત્પાદન, ઉપયોગ કે વેચાણ કરવા ઉપર પ્રતિબંધ 

જામનગર :  આગામી તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ મકરસંક્રાતિનો તહેવાર ઉજવવામાં આવનાર છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયાએ તેમને મળેલ સત્ત્।ાની રૂએ તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૦ સુધી જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોઇએ પતંગો ઉડાવવા માટે પ્લાસ્ટિક, સિંથેટીક મટીરીયલ, ટોક્ષીક મટીરીયલ, લોખંડ પાવડર, કાચ વિગેરેથી તૈયાર કરેલા પાકા દોરા જેમા ખાસ કરીને ચાઇનીઝ બનાવટના દોરાનો તથા ચાઇનીઝ લેન્ટર્ન (તુક્કલ)ના ઉત્પાદન, ઉપયોગ કે વેચાણ કરવા ઉપર જાહેરનામા દ્વારા પ્રતિબંધ કરમાવ્યો છે. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન બદલ શિક્ષાને પાત્ર થશે.

(11:41 am IST)