Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

મહુવાના તલગાજરડામાં ૧૫મીએ રાજ્યના ૩૩ શિક્ષકોને પુ.મોરારીબાપુ શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકુટ એવોર્ડથી નવાજશે

રાજ્ય સરકાર દ્વારા જીલ્લાદીઠ એક શિક્ષક મળી ૩૩ નિષ્ઠાવાન શિક્ષકોની યાદી જાહેર થયા મુજબ એવોર્ડ અપાશે

કુંઢેલી ,તા.૮:તલગાજરડા ( તા. મહુવા) ખાતે આગામી તા.૧૫ ને બુધવારે સવારે નવ કલાકે રાજયભરમાંથી પસંદ થયેલા ૩૩ પ્રાથમિક શિક્ષક ભાઈ/બહેનોને પૂ. મોરારીબાપુ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ – ૨૦૧૯ થી નવાજવામાં આવશે. ગુજરાત રાજયના ૩૩ જિલ્લામાંથી પ્રત્યેક જીલ્લા દીઠ એક, એ મુજબ આ વર્ષે તેત્રીશ નિષ્ઠાવાન શિક્ષકોનેઙ્ગ ગુજરાત રાજય પ્રા.શિક્ષક સંદ્ય – ગાંધીનગર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે.

નામોની તાજેતરમાં થયેલી નામોની દ્યોષણા મુજબ સર્વશ્રી રજનીભાઈ કુંવર ( ડાંગ ), મહેન્દ્રસિંહ પરમાર ( વલસાડ ), તરુણકુમાર કાટબામણા ( જુનાગઢ ), ચંદુલાલ ધાનાણી ( ગીર સોમનાથ ), પ્રદીપકુમાર ચૌધરી ( તાપી ), પ્રવીણકુમાર પટેલીયા ( છોટા ઉદેપુર ), રવિન્દ્રકુમાર મહેતા (ઙ્ગ અમરેલી ), દિપાલીબેન ચૌહાણ ( બનાસકાંઠા ), ધીરજકુમાર પટેલ ( ગાંધીનગર ), નમીતાબેન મકવાણા ( નર્મદા ), મનીષાબેન શાહ ( મહીસાગર ), પ્રવીણકુમાર પટેલ ( મોરબી ), દિગ્વિજયસિંહ ડાભી ( બોટાદ ), પરેશભાઈ પટેલ ( દેવભૂમિ દ્વારકાઙ્ગ ), મુકેશભાઈ ચૌધરી ( મહેસાણા ), ગણપતભાઈ મહીડા ( સુરત ), વિપુલભાઈ લુણાગરિયા ( જામનગર ), ભારતીબેન પટેલ ( અરવલ્લી ), હર્ષદકુમાર પટેલ ( સાબરકાંઠા ), મહમદરફીક અભલી ( ભરૂચ ), રમેશચંદ્ર મુલિયા ( સુરેન્દ્રનગર ), સુરેશભાઈ પટેલ ( નવસારી ), ભારતીબેન મોણપરા ( રાજકોટ ), રમેશભાઈ નાનજીભાઈ પરમાર ( ભાવનગર ) , પારૂલબેન મોદી ( વડોદરા ), દશરથભાઈ સોલંકી ( કચ્છ ), કાંતિભાઈ સોલંકી ( ખેડા ), ચંદ્રસિંહ જાદવ ( અમદાવાદ ), બલરામભાઈ સુથાર ( આણંદ ), અતુલકુમાર પંચાલ ( પંચમહાલ ), નેહાકુમારી પટેલ ( પાટણ ), દિનેશભાઈ કોદર ( દાહોદ ), અનસુયાબેન સુંડાવદરા ( પોરબંદર ) ને આ વર્ષનો ચિત્રકૂટ પારિતોષિક એનાયત થશે. જેમાં એવોર્ડમાં પ્રત્યેક શ્રેષ્ઠ શિક્ષકઙ્ગ રૂ.૨૫૦૦૦/- ની રાશિ, શાલ,સન્માનપત્ર તેમજ સુત્રમાલાથી સન્માનિત થશે.ઙ્ગ

તલગાજરડાના ચિત્રકૂટધામ નજીક આવેલા કૈલાસ બ્રહ્મક્ષેત્ર ( પ્રભુ પ્રસાદ ) ખાતે સતત વીશમાં વર્ષે શિક્ષકોમાં મુલ્યવાન ગણાતો આ એવોર્ડ અર્પણ થશે. જેમાં પૂ. મોરારીબાપુ સહિત પૂ. સીતારામબાપુ ( અધેવાડા ), રાજયસંદ્યના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા , મહામંત્રી સતીષભાઈ પટેલ , જીલ્લા સંદ્યના પ્રમુખ મધુકરભાઈ ઓઝા વગેરે ઉપસ્થિત રહેશે.

આ સાથે મહુવા તાલુકાના શૈક્ષણિક સંમેલનમાં મહુવા તાલુકાના સેવા નિવૃત થતા ૧૨ શિક્ષકોને વિદાય સન્માન પણ અપાશે. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ગજુભા વાળા , ગણપતભાઈ પરમાર , ભરતભાઈ પંડ્યા , મનુભાઈ શિયાળ વગેરે સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે.ઙ્ગ

ઉલ્લેખનિય છે કે, તલગાજરડા ગામ ખાતે પૂ. મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ ગુજરાતના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને એનાયત થતો ચિત્રકૂટ એવોર્ડ સને. ૨૦૦૦ની સાલથી અપાય છે.

(11:40 am IST)
  • વડોદરામાં એનએસયુઆઈ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : ૩૫થી વધુ કાર્યકરોની અટકાયત : અમદાવાદમાં એબીવીપીના કાર્યકરો દ્વારા થયેલ હુમલાના વિરોધ પ્રદર્શન માટે સરદાર પટેલ પ્રતિમા પાસે રેલી દરમિયાન એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતું access_time 5:18 pm IST

  • શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર ગ્રેનેડ ફેંકયો બે નાગરીકને ઇજાઃ જમ્મુ-કાશ્મીર શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો થયો છેઃ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરતા બે નાગરિકને ઇજા પહોંચી છેઃ હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. access_time 3:59 pm IST

  • મુંબઈના વિશ્વવિખ્યાત શ્રી સિધ્ધી વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટએ, પુલવામામાં શહીદ થયેલા ૪૦ જવાનોના પરિવાર માટે રૂ. ૫૧ લાખની રકમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને એક સમારોહમાં અર્પણ કરી હતી અને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બેસાડ્યું હતું. access_time 10:31 pm IST