Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જામજોધપુરમાં ક્રિકેટના સટ્ટા પર રાજકોટ આર.આર.સેલનો દરોડોઃ એક શખ્સ ઝડપાયો

ખેતલા શેરી ચોકના મકાનમાં ટી-ર૦ ટુર્નામેન્ટમાં હારજીત પર સટ્ટો ચાલતો હતોઃ ચાર પંટરો ફરાર થઇ ગયા : રાજકોટ આર.આર.સેલની ટૂકડીએ લેપટોપ, મોબાઇલ, તથા ક્રિકેટના સટ્ટાનું સાહિત્ય કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરીઃ અન્ય શખ્સોનું પગેરૂ શોધવા તજવીજ

જામજોધપુર તા. ૮ :.. જામજોધપુરમાં ખેતલા શેરી (ચોક) માં એક રહેણાંક મકાનમાં ક્રિકેટની ડબ્બો ચાલતો હોય જેમની માહીતીના આધારે રાજકોટ આર. આર. સેલ.ની ટીમ દ્વારા  ઓસ્ટ્રેલીયામાં રમાઇ રહેલ ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ પર હાર જીતનો સટ્ટો રમાડી રહેલ એક શખ્સની ધરપકડ કરી તેમની પાસેથી લેપટોપ મોબાઇલ ફોન સહિત ક્રિકેટના સટ્ટાનું  સાહિત્ય કબ્જે કર્યુ છે.

જયારે તેમની સાથે સટ્ટો રમનાર અન્ય ચાર પંટરોને ફરાર જાહેર કરેલ છે. અદરેડની વિગત પ્રમાણે ખેતલા ચોકમાં જય દિનેશભાઇ ખાંટ પોતાના મોબાઇલ ફોન અને લેપટોપની મદદથી અન્ય ગ્રાહકો સાથે ક્રિકેટરનો સટ્ટો પોતાના રહેણાંક  મકાનમાં રમાખડી રહ્યો છે. ઓસ્ટ્રેલીયામાં રમાઇ રહેલ ટી ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ પર જૂગાર રમાડવામાં આવી રહયો છે તેવી ચોકકસ બાતમીના આધારે રાજકોટ આરઆરસેલની ટીમ દ્વારા દરોડો પાડેલ હતો.

દરોડા દરમ્યાન મકાન માલીક જય દિનેશભાઇ ખાંટની ધરપકડ કરવામાં આવેલ છે. જયારે લાલાભાઇ, સાહિલ, અને કે. પી., અને જય નામના શખ્સોને ઉપરોકત દરોડામાં ફરાર જાહેર કરેલ છે. ઉપરાંત અમદાવાદનો બુકી પણ ફરાર થઇ ગયાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

આમ સ્થાનીક પોલીસ આ ક્રિકેટના દરોડાથી ઉંઘતી ઝડપાઇ છે ત્યારે જામજોધપુર શહેરમાં બેફામ ચાલતી અસામાજીક પ્રવૃતિ જામજોધપુર પોલીસને દેવાની મોટા જૂગારધામ, ક્રિકેટના સટ્ટાના દરોડા માત્ર બહારની એજન્સી દ્વારા જ પડાય છે. આમ કેમ તે ચર્ચાનો વિષય છે.

(11:37 am IST)