Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

અમદાવાદમાં દારૂ પીને દંગલ મચાવનાર ભાવનગરના ઇન્ચાર્જ પી.આઇ. યાદવ સસ્પેન્ડ

ભાવનગર તા. ૮ :.. દારૂ પી દંગલ મચાવનારા ભાવનગરનાં ઇન્ચાર્જ પીઆઇ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભાવનગરનાં ભરતનગર પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પી.આઇ. તરીકે ફરજ બજાવતાં એમ. એચ. યાદવ રજા પર હતા ત્યારે અમદાવાદના સોલા વિસ્તારમાં દારૂ પી દંગલ કરતાં તેની વિરૂધ્ધ સોલા પોલીસ સ્ટેશને ગુન્હો નોંધી  ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દરમ્યાન જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ આ પ્રકરણે ઇન્ચાર્જ પી. આઇ. યાદવને સસ્પેન્ડ કરી ભાવનગર હેડ કવાર્ટરમાં મુકવામાં આવ્યા છે.

(11:36 am IST)