Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ઠારનો સપાટોઃ સર્વત્ર કુલ...કુલઃ નલીયા ૧૦-રાજકોટ ૧૧.૮ ડિગ્રી

બે દિવસ ઠંડીમાં રાહત બાદ ફરીથી લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો

રાજકોટ તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠારનો સપાટો થતાં સર્વત્ર ઠંડીની અસરમાં વધારો થયો છે.

આજે રાજયમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં ૧૦ ડિગ્રી, જયારે રાજકોટમાં ૧૧.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

બે દિવસ ઠંડીમાં રાહત રહ્યા બાદ આજથી ફરીથી લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો છે.

શનિવારે રાતથી ઠંડીનું જોર ઘટયા બાદ મંગળવારે તો સૌરાષ્ટ્ર-કચ્છના ઘણાખરા વિસ્તારોમાં શિયાળાની અસર જાણે નહિવત થઇ જવા પામી હતી, તો હવામાન વિભાગે બે દિવસ માવઠાની આગાહી કરી છે.

જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસથી લઘુતમ તાપમાન ઉપર ચડી રહ્યું છે ત્યારે મંગળવારે સવારથી વાદળીયા વાતાવરણ વચ્ચે સુર્યનારાયણના દર્શન ન થતા અને પવન ફુંકાવાનોશરૂ થતા વાતાવરણ ટાઢુબોળ બની ગયું હતું. સવારે લઘતમ તાપમાન ૧૬ ડિગ્રીએ પહોંચવા છતાં લોકો ધ્રુજી ઉઠયા હતા વધુમાં વધુ તાપમાન ર૮ ડિગ્રી તેમજ ઓછામાં ઓછું તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭પ ટકા અને પવનની ગતિ પ્રતિકલાક પ કિ.મી. નોંધાઇ છે. સવારથી પવન ંફુકાવવાનો શરૂ થયા બાદ બપોરના તાપમાન ઉપર ચડયું હોવા છતાં લોકોએ ઠારનો અનુભવ કર્યો છે. લોકોને ફરજીયાત ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે.  તેમજ કાંતિલ ઠંડીથી બચવા માટે લોકોને તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે.

બીજી તરફ રાજકોટ અને અમરેલીમાં ૧૬ ડિગ્રી, કેશો ૧પ.ર, ભાવનગર ૧૭.૬, પોરબંદર ૧૬.૭, વેરાવળ ૧૯.૩, દ્વારકા, ૧૬.૪, ઓખા ૧૮.૬, ભુજ ૧ર.૮, અને નલિયામાં પણ ૧૧.૬ ડિગ્રી જેવું સામાન્ય તાપમાન નોંધાયું હતું દક્ષિણ-પશ્ચિમ, રાજસ્થાન પર સાયકલોનિક સકર્યુલેશન જેવા પરિબળથી કયાંક કમોસમી વરસાદની સંભાવના છે.

જામનગર

જામનગર : આજનું હવામાન ર૪ મહતમ ૧પ લઘુતમ ૮૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.(૬.૧૩)

શહેર

લઘુતમ તાપમાન ડીગ્રી

અમદાવાદ

૧૪.૮

ડીસા

૧૨.૨

વડોદરા

૧૪.૬

સુરત

૧૮.૧

રાજકોટ

૧૧.૮

જામનગર

૧૫.૦

કેશોદ

૧૨.૮

જૂનાગઢ

૧૨.૬

ભાવનગર

૧૫.૬

પોરબંદર

૧૩.૯

વેરાવળ

૧૬.૫

દ્વારકા

૧૪.૭

ઓખા

૧૬.૬

ભૂજ

૧૧.૪

નલીયા

૧૦.૦

સુરેન્દ્રનગર

૧૩.૫

ન્યુકંડલા

૧૨.૫

કંડલા એરપોર્ટ

૧૨.૧

અમરેલી

૧૪.૦

ગાંધીનગર

૧૪.૮

મહુવા

૧૫.૧

દિવ

૧૬.૧

વલ્લભવિદ્યાનગર

૧૫.૩

(11:36 am IST)