Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

2007ના ઘાડ઼ અને હથિયારના ગુન્હાનો વોન્ટેડ આરોપીનો મધ્યપ્રદેશ જેલમાંથી કબ્જો મેળવતી ભુજ તાલુકા પોલીસ

ભુજ : બી ડિવિઝન પોલીસે ર૦૦૭માં નોંધાયેલા ધાડ અને હથિયારના ગુનાના વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી. મધ્યપ્રદેશમાંથી આરોપીનો જેલમાંથી કબજા લેવામાં આવ્યો હતો. જે તે વખતે ભુજ તાલુકા પોલીસ મથકે વર્ષ ર૦૦૭માં નોંધાયેલા ગુ.નં. ૧૯૮/ર૦૦૭ના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી

  . બી ડિવિઝન પીએસઆઈ ઉલ્વાએ આરોપી પીમા ઉર્ફે પેમા કસના માળી (રહે. નગડિયા, તા.જિ.જાંબુઆ, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી. મધ્યપ્રદેશમાંથી જેલમાંથી આરોપીનો કબજા મેળવવામાં આવ્યો હતો. ઝડપાયેલો આરોપી ર૦૦૭માં ધાડ અને હથિયાર ધારાના ગુનામાં સંડોવાયેલો હતો. આરોપી સામે જે તે વખતે ભુજ તાલુકા પોલીસ મથકે ગુના રજી. નં. ૧૯૮/ર૦૦૭ મુજબ આઈપીસીની કલમ ૩૯પ, ૩૯૭ તેમજ આર્મ્સ એકટની કલમ રપ/૧ અને જીપી એકટની કલમ ૧૩પ હેઠળ ગુનો નોંધાયો હતો.

(12:58 am IST)