Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મોરબીના શાપર નજીક માતાજીના ધરામાં સેંકડો માછલીઓના મોત :ગ્રામજનોમાં અરેરાટી

કેમિકલ યુક્ત પાણી કે ઝેરી પદાર્થ પાણીમાં નાખતા માછલીઓના મોત થયાની આશંકા

મોરબી પાસેના શાપર ગામ નજીક માતાજીના ધરામાં અસંખ્ય માછલીઓના મોત થયા હતા માછલીઓના મોતને પગલે ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ છે

   આ અંગે મળતી વિગત મુજબ મોરબીના શાપર ગામ નજીક આવેલ વરૂડી માતાજીના ધરા (તળાવ) માં  અસંખ્ય માછલીઓના મોત થયાની જાણ થતા ગ્રામજનો સ્થળે એકત્ર થયા હતા શાપર નજીક મોટા પ્રમાણમાં ફેકટરીઓ આવેલી હોય  અને અગાઉ કેમિકલયુક્ત પાણી તળાવમાં ઠલવાતું હોય જેથી માછલીઓના મોત અગાઉ થઇ ચુક્યા હોય અને કેમિકલયુક્ત પાણીથી માછલીઓના મોત થયાની આશંકા વ્યક્ત કરાઈ છે બીજીતરફ  કોઈ ઇસમોએ માછીમારી કરવાના ઈરાદે ઝેરી પદાર્થ પાણીમાં નાખ્યો હોય જેથી માછલીઓના મોત નીપજ્યા હોય તેવી આશંકા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે

  અસંખ્ય માછલીઓના મોતની ઘટનાથી ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની રીજનલ કચેરીને બનાવ અંગે ટેલીફોનીક જાણ કરી હોવાનું ગ્રામજનો કહે છે ત્યારે અસંખ્ય માછલાના મોત અગાઉ પણ મોરબી આસપાસના તળાવોમાં થયા છે અને પાણીના પ્રદુષણની સમસ્યા માથું ઊંચકી રહી છે જોકે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી પ્રદુષણ રોકવામાં નિષ્ફળ નીવડી છે

(9:26 pm IST)