Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

એસ્સાર ગ્લોબલે ભારતીય અને વિદેશી ધિરાણકારોનું સંપૂર્ણ ઋણ અદા કર્યુ

જામનગર, તા.૮: એસ્સાર ગ્રૂપ ઓફ કંપનીઝની હોલ્ડિંગ કંપની એસ્સાર ગ્લોબલ ફંડ લિમિટેડ (એસ્સાર ગ્લોબલ) આજે એનાં વિવિધ ભારતીય અને વિદેશી ધિરાણકારોન રૂ. ૧૨,૦૦૦ કરોડ (૧.૭૫ અબજ ડોલર)નાં ઋણનાં છેલ્લાં હપ્તાની ચુકવણી કરીને એનું તમામ ઋણ ચુકતે કરી દીધું છે. અગાઉ એસ્સાર ઓઇલનાં મોનેટાઇઝેશનમાંથી થયેલી આવકમાંથી વિવિધ ધિરાણકારોને ઓગસ્ટ, ૨૦૧૭માં રૂ. ૩૦,૦૦૦ કરોડ (૫ અબજ ડોલર)નું ઋણ ચુકતે કરી દીધું હતું.

છેલ્લાં બે વર્ષમાં એસ્સાર ગ્રૂપે રૂ. ૧,૩૭,૦૦૦ કરોડથી વધારે (૨૧ અબજ ડોલર)નું ઋણ અદા કર્યું છે, જેમાંથી મોટાં ભાગનું ઋણ ભારતીય બેંકિંગ સિસ્ટમમાં આવ્યું છે. આ ગ્રૂપનાં કુલ ઋણનો ૮૦ ટકાથી વધારે હિસ્સો છે.

અત્યાર સુધી એસ્સાર ગ્લોબલે આઇસીઆઇસીઆઈ બેંક, એકિસસ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને અંદાજે રૂ. ૬,૩૦૦ કરોડની ચુકવણી કરી છે. આ સાથે આ બેંકોને તેમનું રૂ. ૩૧,૫૦૦ કરોડની લોનની સંપૂર્ણ ચુકવણી થઈ ગઈ છે, જે તેમણે એસ્સાર ગ્લોબલને વર્ષ ૨૦૦૮દ્મક વર્ષ ૨૦૧૪ દરમિયાન એનાં મૂડીગત ખર્ચનાં કાર્યક્રમ માટે આપી હતી.

અત્યારે એસ્સાર ગ્લોબલને વીટીબીનું ઋણ ચુકતે કરવાનું છે, જે છેલ્લાં ત્રણ વર્ષથી ચોક્કસ મિલકતોને મોનેટાઇઝ કરવા એસ્સાર ગ્લોબલ સાથે કામ કરે છે, જેથી એની બેલેન્સ શીટ વ્યૂહાત્મક રીતે હળવી થશે, ગ્રૂપ પરનું ઋણ ઓછું કરશે અને ભવિષ્યમાં વૃદ્ઘિ માટે એને રિપોઝિશન કરશે.

હાલનાં તમામ સુરક્ષિત ઋણની ચુકવણી કરવા ઉપરાંત એસ્સાર ગ્લોબલે અન્ય તમામ ધિરાણકારો સાથે પતાવટ કરી છે, જેમણે અગાઉ એસ્સાર ગ્લોબલ મિન્નેસોટા લિમિટેડને લોન આપી હતી અને એસ્સાર ગ્લોબલમાંથી અનસીકયોર્ડ ગેરેન્ટીની લાભાર્થીઓ હતી. જે ધિરાણકારો સાથે પતાવટ થઈ છે એમાં આઇસીઆઇસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આગેવાનીમાં વિવિધ ભારતીયો બેંકો તેમજ ડેવિડસન કેમ્પ્નરની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય ફંડનું કોન્સોર્ટિયમ સામેલ છે. ઉપર ઉલ્લેખિત પતાવટનાં ભાગરૂપે એસ્સાર ગ્લોબલે મેસાબી મેટલિકસ ઇન્ક દ્વારા ઇશ્યૂ થયેલ ૨૬૦ મિલિયન ડોલરની ફેસ વેલ્યુ ધરાવતી નોટની ખરીદી કરી છે. આ નોટ મેસાબીનાં તમામ ઋણમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે તથા એસ્સાર ગ્લોબલ માટે ઓછા ખર્ચનાં ખાણકામમાં અને અમેરિકામાં મેન્નોસેટામાં નિર્માણાધિન પેલેટ ઉત્પાદન પ્રોજેકટમાં એક વાર ફરી સહભાગી થવાનો માર્ગ મોકળો કર્યો છે.

એસ્સાર ગ્રૂપે મોટા પાયે પોતાની મિલકતોનું વેચાણ કરીને ઋણની ચુકવણી કરવા (ડિલિવરેજિંગ) પ્રોગ્રામ હાથ ધર્યો છે, જેમાં ગ્રૂપે રૂ. ૧,૩૭,૦૦૦ કરોડ (૨૧ અબજ ડોલર)નું ઋણ અદા કર્યું છે. આ ભારતનાં ઇતિહાસમાં કોઈ પણ કોર્પોરેટ દ્વારા હાથ ધરવામાં આવેલો આ પ્રકારનો સૌથી મોટો પ્રોગ્રામ છે, જે હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. એસ્સાર મજબૂત અને સ્થિર બેલેન્સ શીટ સાથે ભવિષ્યની કામગીરી કરવા સજ્જ છે.

ડિલિવરેજિંગ પ્રોગ્રામમાં દ્યણાં ભાગ સામેલ છે, જેમાંથી કેટલાંક સામેલ છેૅં

વર્ષ ૨૦૧૭માં રોસનેફ્ટ અને ટ્રેફિગુરાની આગેવાની કન્સોર્ટિંયમને એસ્સાર ઓઇલ લિમિટેડનું વેચાણ કરીને એસ્સાર ગ્લોબલે ગ્રૂપનું અંદાજે રૂ.૮૬,૦૦૦ કરોડનું ઋણ અદા કર્યું હતું, જેમાં બેંકોનું રૂ. ૭૨,૬૦૦ કરોડનું ઋણ સામેલ હતું.

છેલ્લાં બે વર્ષમાં વધુ મિલકતોનું વેચાણ પૂર્ણ થયું છે, જેમાં એજીસનું ટેલીપર્ફોર્મન્સ અને સીએસપીને અંદાજે રૂ. ૬,૦૦૦ કરોડ (૯૧૦ મિલિયન ડોલર)માં વેચાણ સામેલ છે તથા ઇકિવનોકસ બિઝનેસ પાકર્સનું બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટને રૂ. ૨,૪૦૦ કરોડ (૩૬૦ મિલિયન ડોલર)માં વેચાણ સામેલ છે. આ વેચાણમાંથી પ્રાપ્ત થયેલા ભંડોળનો ઉપયોગ ગ્રૂપની વધુ મિલકતોનું વેચાણ કરીને ઋણ અદા કરવા માટે થયો છે.

એસ્સાર સ્ટીલ ઇન્ડિયા સાથે સંબંધિત વધુ રૂ. ૪૫,૦૦૦ કરોડનું ગ્રૂપ ઋણ ચાલુ આઇબીસી પ્રક્રિયા હેઠળ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ સંબંધમાં ધિરાણકારોને આર્સલર મિત્ત્।લે રૂ. ૪૨,૦૦૦ કરોડની રોકડ ચુકવણીની ઓફર મળી છે. એસ્સાર ગ્લોબલની પેટાકંપનીએ અલગથી રૂ. ૫૪,૩૮૯ કરોડની ઓફર કરી છે, જે સુરક્ષિત ધિરાણકારો અને કાર્યકારી ધિરાણકારોને સંપૂર્ણ ઋણની ચુકવણી કરશે. આ સોદો હાલ ચાલુ કોર્ટની પ્રક્રિયા પૂર્ણ થવાને સંબંધિત છે. ત્યારબાદ ભારતીય બેંકોને એસ્સાર સ્ટીલ ઇન્ડિયાને આપેલી તમામ લોન સંપૂર્ણપણે પરત મળી જશે.

ઉપરાંત એસ્સારે એસ્સાર ઓઇલનાં લદ્યુમતી શેરધારકોનો રૂ. ૩,૯૫૫ કરોડ ચુકવ્યાં છે, જે તેમનાં મૂળ રોકાણથી ૨,૪૨૦ ટકા વધારે છે અને એસ્સાર પોર્ટનાં લદ્યુમતી શેરધારકોને રૂ. ૧,૪૦૦ કરોડની ચુકવણી કરી છે.

એસ્સાર કેપિટલનાં ડાયરેકટરશ્રી પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કેૅં વર્ષ ૨૦૦૮માં એસ્સારે ઊર્જા, માળખાગત સુવિધાઓ, ધાતુઓ અને ખાણકામ તેમજ સેવા ક્ષેત્રોમાં રૂ. ૧,૨૦,૦૦૦ કરોડનાં રોકાણનો કાર્યક્રમ મોટા પાયે હાથ ધર્યો હતો. ભારત સરકાર દ્વારા કુદરતી ગેસનો પુરવઠો રદ કરવો અને વર્ષ ૨૦૧૦થી વર્ષ ૨૦૧૫ વચ્ચે કોલસાની ખાણની ફાળવણી રદ કરવા જેવી વિપરીત નિયમનકારી અને સરકારી કામગીરીઓને પગલે એસ્સારનાં વ્યવસાયને માઠી અસર થઈ હતી, પણ આ અનપેક્ષિત અને બાહ્ય પરિબળો એસ્સારનાં નિયંત્રણ બહાર હતાં. એનાથી ગ્રૂપને મોટા પાયેલોન લેવાની ફરજ પડી હતી, છતાં એસ્સારે એનાં વ્યવસાયોમાં નવી ઇકિવટી નોંધપાત્ર રીતે ઉમેરવાની કટિબદ્ઘતા જાળવી રાખી હતી.

છેલ્લાં બે વર્ષ દરમિયાન અમે મોટાં પાયે ડિલિવરેજિંગ કાર્યક્રમની પ્રતિબદ્ઘતા પૂર્ણ કરી છે અને અમારાં ધિરાણકારોને રૂ. ૧,૩૭,૦૦૦ કરોડથી વધારે ઋણની ચુકવણી કરી છે, જેમાંથી મોટાં ભાગની ચુકવણી ભારતીય બેંકરો અને ધિરાણકારોને થશે.

વિવિધ મિલકતો પર પ્રીમિયમ મૂલ્યાંકનો મળ્યાં છે, જેનું વેચાણ એસ્સારે કર્યું છે. આ અમારી મિલકતોની અને વ્યવસાયોની ગુણવત્ત્।ાનો પુરાવો છે, જે અમે વર્ષોથી ઊભો કર્યો છે.

હવે ડિલિવરેજિંગ કાર્યક્રમ પૂર્ણ થવાની તૈયારી છે અને બેલેન્સ શીટ વધારે મજબૂત અને સ્થિર થઈ છે એટલે અમે અમારી વૃદ્ઘિને માર્ગે અગ્રેસર કરવા આતુર છીએ.ઙ્ખ

પોતાનો મોનેટાઇઝેશનનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી એસ્સાર ગ્રૂપની આવક ૧૧.૫ અબજ ડોલર છે તથા ઊર્જા, માળખાગત સુવિધા, ધાતુઓ અને ખાણકામ તથા સેવા ક્ષેત્રોમાં મજબૂત કામગીરી ધરાવે છે. ગ્રૂપ આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે અને હાલનાં તથા નવા ક્ષેત્રોમાં વધારે તકોનું મૂલ્યાંકન કરશે.(૨૨.૧૩)

 

(4:02 pm IST)