Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

જામનગરમાં ઠંડીમાં ઠુઠવાઇ જતા મહિલાનું મોત

બેડીમાં વાઘેર પરિવારમાં જમાઇના ડખામાં સાસુને માર પડયો : દારૂ લેવા જતા ઢીબી નાખ્યાનો બનાવ

 જામનગર તા. ૮ : અહીં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે રહેતા કરીમભાઈ દોરામામદભાઈ ખફી એ સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ગાંધીનગર રેલ્વે સ્ટેશન મેદાનમાં લીલાબેન કિશોરભાઈ સોલંકી બિમાર થઈ જતા તથા ઠંડીના કારણે ઠુઠવાઈ જતા મરણ ગયેલ છે.

બેડીમાં આવેલ સોઢા ફળીમાં રહેતી અમીનાબેન દાઉદ સુલેમાન લાડક વાઘેર ઉ.વ. પ૦ એ બેડી મરીન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી મસ્જીદ ચોકમાં માથાકૂટ થતી હોય તે જોવા ગયેલ હતા ત્યા ફરીયાદીનાજમાઈને જેમ ફાવે તેમ આરોપીઓ ગાળો દેતા હોય જેથી ત્યાં ડખો શાંત કરી પરત પોતાના ઘેર આવી જયા આરોપી નાશીરે ફરીયાદીને માથાના ભાગે છરી નો એક ઘા મારેલ તેમજ એઝાજ ઉર્ફે એજલો લોખંડના પાઈપ વડે ઈજા  કરેલ તેમજ અનવર ઉર્ફે અનુડો બેઝબોલના ધોકા વડે ફરીયાદીને માર મારી યાસમીનબેને ફરીયાદીને પકડી ઢસડેલ અને કહેલ કે તારા જમાઈએજ એકસીડન્ટ કરાવેલ છે તેમ કહી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

જમીન પચાવી પાડવા ખોટા કરાર કર્યાની ફરિયાદ

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અબ્દુલકાદર અબ્દુલશકર ઈશાભાઈ મંઢા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર–૧૧–ર૦૧૧૧ ના કોઈ પણ સમયે જામનગર શહેરમાં વજશીભાઈ ભીમશીભાઈ નંદાણીયા, અમીનભાઈ મામદભાઈ મંઢા, હારૂનનરસીદ મામદભાઈ મંઢા, અસરફભાઈ મામદભાઈ મંઢા, અલ્તાફભાઈ એન.ખીરા એ પુર્વો આયોજીત કાવતરુ રચી ફરીયાદી અબ્દુલકાદર ની સ્વતંત્ર માલિકીની કબ્જા ભોગવટાની જમીન પચાવી પાડવા અંગે મીલાપીપણું કરી ફરીયાદી અબ્દુલકાદરના પિતા અબ્દુલશકર ઈશાભાઈ મંઢા મરણ ગયેલ હોવા છતા કરારમાં નામ દર્શાવી ખોટો કરાર ઉભો કરી કાયદાનો દુર ઉપયોગ કરી કોર્ટ પ્રોસેસ અને ન્યાયની પ્રણાલીનો દૂર ઉપયોગ કરી ગેરકાયદેસર હકકો ઉભા કરવા જમીનના ચોખા ટાયટલને દુષિત કરવાના મલીન ઈરાદાથી ખોટા કરાર કરી  સાચા તરીકે ઉપયોગ કરી ગુનો કરેલ છે.

જમીન વહેંચણીમાં જૂની અદાવતનો ખાર રાખી મારમાર્યાની રાવ

લાલપુર પોલીસ સ્ટેશનમાં અલીમામદ હુસૈનભાઈ નોયડાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬–૧–ર૦૧૯ના સાજડીયારી ગામે ફરીયાદી અલીમામદ એ આરોપી હાજી હોથી નોયડા ના બહેનોની બાપુજીના જમીનની વહેચણી માં મદદ કરતા હોય તે વાતનો ખાર રાખી આરોપી અફતર હાજી નોયડા એ ફરીયાદી અલીમામદભાઈને વાંસાના ભાગે લાકડીનો ઘા કરી તથા આ કામના આરોપી હાજી હોથી નોયડા એ લાકડી વડે માર મારી તથા આરોપી ઈકબાલ હોથી નોયડા એ ઢીકાપાટુનો માર મારી અને આરોપી હાજી હોથીએ જાનથી મારી નાખવાની ધમકી એકબીજાની મદદગારી કરી તથા ગુનો કરેલ છે.

મારમાર્યાની રાવ

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભીખુ ઉર્ફે ભીખો લખમણભાઈ ડાભી એ ફરીયાદ નોંધાવી છે કે, નવાગામ ઘેડ, નીલકંઠ નિશાળ પાસે, ફરીયાદી ભીખુ એ વિપુલ મકવાણા, આનંદ મકવણા ના ઘરે દેશી પીવાનો દારૂ લેવા ગયેલ હોય ત્યારે ફરીયાદી ભીુખ તથા આનંદ મકવાણા વચ્ચે ગાળા ગાળી ઝપા ઝપી થયેલ હોય જેનો ખાર રાખી આ કામના ફરીયાદી ભીખુભાઈને આ કામના આરોપી વિપુલ મકવાણા એ પાઈપ વડે મુંઢમાર મારી તથા આ કામના આરોપી આનંદ મકવાણાએ ઢીકાપાટુનો માર મારી શરીરે તથા માથાના ભાગે મુંઢ ઈજાઓ પહોંચાડી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.(૨૧.૧૮)

(4:01 pm IST)