Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રાજકોટમાં બે વાહન, ગોંડલ-દિવમાં મોબાઇલ, જૂનાગઢ-કેશોદમાં વાહન ચોર્યાની કબૂલાતઃ જુનાગઢમાં કેશોદવાળો ઇટલી ઝડપાયો

 જૂનાગઢ તા. ૮..  જુનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક એસ. જી. ત્રિવેદી સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ઘરફોડ ચોરીઓનાં તથા મિલ્કત વિરૂધ્ધનાં ગુન્હાઓ બનતા અટકાવવા અને આવા અનડિટેકટ ગુન્હાઓને શોધી કાઢી તેમાં સંડોવાયેલ ઇસમો સામે કડક હાથે કામ લેવાની ઝૂંબેશ અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના એક ટીમ જેમાં પો. સ. ઇ. એન. બી. ચૌહાણ તથા સ્ટાફના પો. કો. ડાયાભાઇ કાનાભાઇ તથા પો. અધિ. સ્કોડના ધર્મેશભાઇને ખાનગી રાહે હકિકત મળેલ કે, એક ઇસમ નામે ઇટલીફ રહે. કેશોદ વાળો એક સફેદ કલરના એકટીવા મો. સા. રજી. નં. જીજે-૦૩-જેએ-૭૩૯૦ નું લઇને જુનાગઢ મધુરમથી જુનાગઢ ગામ તરફ આવે છે તેવી હકિકત મળતાં ટીંબાવાડી નજીક વોચમાં રહેતા ઉપરોકત વર્ણન વાળુ મો. સા. નીકળતા તેના ચાલકને રોકવાનો ઇસારો કરતાં તે ભાગવતા જતા આડુ નાખી રોકાવી ચાલકને પકડી તેની પાસેથી હીરો કંપનીનું એકટીવા રજી. નં. જીજે-૦૩-જેએ-૭૩૯૦ નું કિ. રૂ. ૩૦,૦૦૦ તથા એકટીવાની ડેકીમાંથી મોબાઇલ ફોન (૧) ઓપો કંપનીનો આઇએમઇએઇ નં.  ૮૬૪ર૧૬૦૩ ૮૭પ૮૪૧૦ કિ. રૂ. ૧૦૦૦ (ર) સેમસંગ કંપનીના આઇએમઇઆઇ નં. ૩૬ર૬૦૭/૦૬/પ૭૦૩ર૦/પ ની કિ. રૂ. ૧૦૦૦ (૩) સેમસંગ કંપનીનો આઇએમઇઆઇ નં. ૩પ૮૩૪૪૦૮૮ર૭૮ર૭૦/૦૧ કિ. રૂ. ૧૦૦૦, (૪) ઓપો કંપનીનો આઇએમઇઆઇ નં. ૮૬પર૪૪૦૩પ૧૦૧૯૧ર કિ. રૂ. ૧૦૦૦ (પ) લાવા કંપનીનો આઇએમઇઆઇ નં. ૯૧૧૬૩ર૦૭૯૦૯૧૭૬ કિ. રૂ. પ૦૦ (૬) સેમસંગ કંપનીનો આઇએમઇઆઇ નં. ૩પ૪૯૧૭/૦૮/૧૭૪૧૩૩૯ કિ. રૂ. પ૦૦ (૭) વીવો કંપનીનો આઇએમઇઆઇ નં. ૮૬૯૭૩૩૦૬૦૯૮૬૧૦ કિ. રૂ. ૧૦૦૦ (૮) એમઆઇ કંપનીનો આઇએમઇઆઇ નં. ૮૬૪૯૧૪૦૪ર૩૬૮૦૭૪ કિ. રૂ. ૧૦૦૦ (૯) એમઆઇ કંપનીનો એન્ડોઇડ મો. ફોન આઇએમઇઆઇ નં. મળેલ નથી તે કિ. રૂ. ૧૦૦૦ (૧૦) ઓપો કંપનીનો આઇએમઇઆઇ નં. ઓપો કંપનીનો આઇએમઇઆઇ નં. ૮૬૭૭૬પ૦૩૭૧૭૮૯૩૬ કિ. રૂ. ૧૦૦૦ સાથે મળી આવતા મજકુર ઇસમ પાસે ઉપરોકત મોબાઇલ ફોન તથા એકટીવાના આધાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા એકટીવા તથા મોબાઇલ ફોન શક પડતી મીલ્કત તરીકે સી. આર. પી. સી. કલમ ૧૦ર મુજબ કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમને સી. આર. પી. સી. કલમ ૧૦ર મુજબ અટક કરેલ છે.

(૧) મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ હીરો કંપનીનું એકટીવા મો.સા. રજી. નં. જીજે-૦૩-જેએ -૭૩૯૦ કિ. રૂ. ૩૦,૦૦૦ નું તેણે આજથી લગભગ એકાદ મહીના પહેલા પોતે તથા કેશોદના દિપક નાથાભાઇ રાઠોડ બંને જણા ગોંડલ આંટો મારવા ગયેલ હતા ત્યારે ગોંડલ ગુંદાળા ચોકડી પુલ નજીક પેટ્રોલ પંપ પાસેથી ગાંઠીયા વાળાની દુકાનેથી ચોરી કરેલ છે.

(ર) મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ ૧૦ કિ. રૂ. ૯૦૦૦ ના તેણે દિવ નાગવા બીચ તથા દિવ ગામમાંથી ચોરી કરેલ છે.

(૩) બે અઢી માસ પહેલા સાતમ - આઠમ વખતે રાજકોટ ગયેલ હતો ત્યારે રાજકોટ ધર્મેન્દ્ર રોડ, કપડા બજારમાંથી એક નવી જયુપીટર મો. સા. ચોરી કરેલ હતી. જે માત્ર હજાર પસંદરસો કીલો મીટર ચાલેલ હતી અને તેમાં નંબર ન હતાં. તે મો. સા. કેશોદના દિપક ઉર્ફે કાનો નાથાભાઇ રાઠોડને રૂ. પ૦૦૦ માં વહેચેલ હતુ અને આ જયુપીટર મોટર સાયકલ સાથે દિપક ઉર્ફે કાનો કેશોદ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂ સાથે પકડાતા કેશોદ પોલીસે કબજે લીધેલ છે. અને ત્યાં જ છે.

દોઢ બે મહીના પહેલા રાજકોટ ગયેલ હતો ત્યારે રાજકોટ ગોંડલ ચોકડીએ એક હોટલ આવેલ છે. ત્યાથી એક એકટીવા મો.સા.ગ્રેકલરનું ચોરી કરેલ હતું જેના નંબર યાદ નથી આ એકટીવા દિપક ઉર્ફે કાનો નાથાભાઇ રાઠોડ રહે. કેશોદ વાળાને રૂ.પ૦૦૦ માં વેચેલ હતું અને આ એકટીવા સાથે દિપક ઉર્ફે કાનો કેશોદ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂ સાથે પકડાતા કેશોદ પોલીસે કબ્જે લીધેલ છે અને ત્યા જ છે.

છ સાત મહીના પહેલા જુનાગઢ કામે આવેલ હતો ત્યારે જુનાગઢ મધુરમ ગેઇટ પાસેથી એક લાદીની દુકાન આવે છે ત્યાં બહાર એક એકટીવા પડેલ હતું તેની ચોરી કરી પોતાના ગામ જતો રહેલ હતો અને આ મોટર સાયકલ દિપક ઉર્ફે કાનો નાથાભાઇ રાઠોડ વાળાને રૂ.પ૦૦૦ માં વેચેલ હતું અને આ એકટીવા સાથે દિપક ઉર્ફે કાનો સાતલપુર ગામે દેશી દારૂ દેવા જતો હતો ત્યારે સાતલપુર ગામ પાસે વંથલી પોલીસ તેની પાછળ પડતા તે એકટીવા મુકીને ભાગી ગયેલ હતો તે એકટીવા હાલ વંથલી પોલીસ સ્ટેશને પડેલ છે. જે એકટીવાના સાચા રજી નં. જી.જે.-૧૧-બીજી ૮ર૦૭ હતા પરંતુ દિપક ઉર્ફે કાનાએ તેની નંબર પ્લેટ બદલી તેમાં જીજે.-૧૧ બીજ. ૪પપર ના નંબર લગાડેલ હતા.

આજથી લગભગ ચારેક મહીના પહેલા કેશોદ માંગરોળ રોડ ઉપરથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી નં. જીજે. ૧૧-એકયુ-રર૯૯ નું ચોરી કરેલ હતું જે મો.સા. કાળુભાઇ મેણંદભાઇ પરમાર રહેે કેશોદ વાળાને રૂ.પ૦૦૦માં વેચેલ હતું જે મો.સા.મનહર ઉર્ફે કાળુભાઇ મેણંદભાઇ પરમાર રહે. મેસવાણ વાળા પાસેથી સી.આર.પી.સી.કલમ ૧૦ર મુજબ કિ.રૂ.રપ,૦૦૦ ગણી કબ્જે કરેલ છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના એન.બી.ચૌહાણ પો.સબ. ઇન્સ. તથા પો.હે.કો.એચ.વી. પરમાર, વીએન.બડવા તથા પો.કો. સાહીલ હુશેનભાઇ, ડાયાભાઇ કાનાભાઇ, પ્રવિણભાઇ રાણીંગભાઇ ઈન્દ્રજીતસિંહ રણવિરસિંહ, કનકસિંહ રેવતુભા, જીતેષભાઇ હાજાભાઇ, યશપાલસિંહ સુરેન્દ્રસિંહ તથા પી.અધિ.સા.પ્રોહી/જુગાર સ્કોડના ધર્મેશભાઇ સુરસીભાઇ વિગેરે કરેલ છે. (પ-ર૬)

(3:59 pm IST)