Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ભાણવડના મોડપર પાસે ૪૫ લાખનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો

ટ્રક ટોરસમાં ૯૫૫ પેટી દારૂ લાવતા પ.બંગાળ અને જૂનાગઢનાં શખ્સોને એલસીબીએ પકડી પાડયા

ખંભાળિયા તા. ૮: ભાણવડના મોડપર પાસે એલસીબીએ ટ્રક ટોરસમાંથી ૯૫૫ પેટી દારૂ કિ. ૪૫,૮૩,૬૦૦ સાથે પશ્ચિમ બંગાળના રામચન્દ્રદાસ મહેશદાસ અને જૂનાગઢનાં કેલાસ કારાભાઇને પકડી પાડયો છે.

આ દારૂ જથ્થામાં ૬૭૧૯ બોટલ દારૂ ઉપર ૧૮૯૬૦ દારૂના ચપટા મળી આવેલ હતાં ટ્રકટોરસ કિ. ૧૫ લાખ સહિત કુલ ૬૦,૫૧,૬૦૦નો મુદ્દામાલ ઝડપાયો હતો.

દારૂ જથ્થો પકડવામાં એલ.સી.બી.ના સ્ટાફના અરજણભાઇ મારૂ, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ, ભરતસિંહ, સહદેવસિંહ, અરજણભાઇ ચંન્દ્રવાડીયા, મશરીભાઇ ધર્મેન્દ્રસિં સહિત જોડાયા હતાં.

(3:52 pm IST)