Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ગોંડલ અનુ.જાતિના છાત્રાલયનું બાંધકામ નબળુઃ રજુઆત

તેત્રને અવાર-નવાર રજુઆત કરતા છતા કોઇ કાર્યવાહી નહિઃ આ અંગે યોગ્ય કરવા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યુ

ગોંડલ, તા.૮: ગોંડલ નેશનલ હાઈવે તાલુકા પોલીસ સ્ટેશનની પાછળ નવનિર્મિત થઇ રહેલ અનુ.જાતિના છાત્રાલયનું બાંધકામ થતું હોવાની ફરિયાદ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ છાત્રાલયના નબળા બાંધકામની રાવ સાથે બહોળી સંખ્યામાં મેદ્યવાળ સમાજના લોકો એકઠા થઇ બાબુભાઈ વિંઝુડા ચેરમેન જિલ્લા પંચાયત સામાજિક ન્યાય રાજકોટ, બીપી સોલંકી ચેરમેન તાલુકા પંચાયત ન્યાય સમિતિ, હરિભાઈ રાઠોડ પ્રમુખ મેદ્યવાળ સમાજ ગોંડલ તાલુકા ગ્રામ્ય, ગિરધર ભાઈ સોલંકી મેદ્યવાળ સમાજ ગોંડલ શહેર આગેવાનીમાં રેલી સ્વરૂપે નીકળી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ અને નબળા કામ અંગે રાવ કરી હતી પીડબલ્યુડીના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર દિવસમાં કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ગોંડલ શહેર તાલુકાના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે અંદાજે રૂપિયા પાંચ કરોડના ખર્ચે અધતન કરી શકાય તેવી છાત્રાલયનુ નિર્માણ થઇ રહ્યું છે પરંતુ તેનું કામ નબળું થતું હોય કોન્ટ્રાકટર દ્વારા લાલિયાવાડી થઈ રહી હોય દલિત સમાજ રોષીત બન્યો છે.(૨૨.૪)

(11:51 am IST)