Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સાવરકુંડલામાં ૧૦૮ના પાયલોટનું સન્માન

સાવરકુંડલા : અમરેલી જીલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને અમરેલી બોટાદ અને ભાવનગર જીલ્લાની એમ્બ્યુલન્સ ૧૦૮ ખીલખીલાટ તથા અભયમ ૧૮૧માં ફરજ બજાવતા કર્મચારીઓની સારી કામગીરી કરવા બદલ સન્માનીત કરવાનો કાર્યક્રમ અમરેલી ખાતે યોજાઇ ગયો. તેમાં ત્રણેય જીલ્લાનાં પ્રોગ્રામ ઓફીસર જયેશ કરેણા તથા અમરેલી ઇએમઇ સંજયધોળાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા જગદીશ સોલંકી અને પાયલોટ મેહુલ પી.શુકલનું સન્માન કરવામાં આવ્યુ હતુ.(૪૫.૨)

(11:46 am IST)