Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

વાંકાનેરમાં ટ્રેન હડફેટે અજાણ્યા યુવકનું મોત

વાંકાનેર, તા.૮: વાંકાનેર મચ્છુનદીના પુલ ઉપર ટ્રેન હડફેટે ચડી જતા અજાણ્યા યુવકનું મોત થયાનું રેલ્વે પોલીસ માંથી જાણવા મળ્યું છે આ યુવકના મોત અંગે રેલ્વે પોલીસના હે.કો ઇન્દુભા એમ. ઝાલાએ જાણાવ્યા અનુસાર ગઇ કાલે વહેલી સવારે મચ્છુ નદીના પુલ ઉપરથી પસાર થતી કોઇ પણ ટ્રેનની હડફેટે ચડી ગયેલા આ યુવકનું મોત થયું છે.

અને આ ૩૦ વર્ષના યુવકે જીન્સ પેન્ટ, ગુલાબી શર્ટ માથે કાળુ જાકીટ તથા પીળુ ટીર્શટ અંદર પહેરેલ છે આ વર્ણન વાળા યુવકના કોઇ વાલી વારસ હોયતો તેઓએ વાંકાનેર રેલ્વે પોલીસના તપાસનીસ અધીકારી હે.કો. ઇન્દુભા ઝાલા મો. ૯૮૨૫૨ ૧૫૮૯૫ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવ્યું છે.(૨૨.૯)

 

(11:44 am IST)