Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

રંગપર ગામે વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું સ્‍વાગત

મોરબી : જીલ્લાના દરેક તાલુકામાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા ચાલી રહી છે. આ વિકસિત સંકલ્‍પ યાત્રા રથનું (બેલા) ગામ ખાતે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સરપંચ તથા મોરબી ગ્રામ્‍ય મામલતદાર નિખીલ મહેતા, પંચાયત વિભાગના નોડલ ઓફિસર તેમજ તમામ વિભાગોના કર્મચારીઓ હાજર રહી સંકલ્‍પ યાત્રાનું સ્‍વાગત કર્યુ હતું. આ તકે મામલતદાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવેલા લાભાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્‍યો હતો અને સરકારની યોજનાઓનો લાભ મેળવવા પાત્ર કોઈપણ નાગરિક સહાયથી વંચિત ન રહે તેની સ્‍થાનિક કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી.  રંગપર પ્રાથમિક શાળાઓની વિદ્યાર્થીનીઓ દ્વારા ધરતી કરે પોકારની વિશિષ્ટ કળતિ રજૂ કરી પ્રાકળતિક ખેતી માટેનો જાગળતિ સંદેશો આપ્‍યો હતો.

(6:13 pm IST)