Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

મોરબીમાં પ્રતિબંધ છતાં પેટકોકનો વપરાશ કરતી બે ફેક્‍ટરીને ક્‍લોઝર નોટીસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૭  : મોરબીના સિરામિક ઉદ્યોગમાં પેટકોક વપરાશની ખુદ સિરામિક ઉદ્યોગપતિઓએ ફરિયાદ કરી હતી જે મામલે રજૂઆત કરવામાં આવી હતી ત્‍યારે તંત્રએ પણ એક્‍શન શરુ કર્યા છે જે મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મોરબી કચેરીના અધિકારી સોનીએ જણાવ્‍યું હતું કે ભૂતકાળમાં જયારે ફરિયાદો મળી હતી ત્‍યારે કાર્યવાહી કરવામાં આવી હતી અને ક્‍લોઝર નોટીસ સુધીની કામગીરી કચેરીએ કરી છે હાલ પેટકોક વપરાશની ફરિયાદો મળી રહી છે જોકે કોઈ સ્‍પેશીફીક ઇન્‍ફોર્મેશન મળી નથી તેમની ટીમ સર્વે કામગીરી કરી રહી છે અને પેટકોકનો વપરાશ કરતા એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  જેમાં તાજેતરમાં શિવાય ટેરાકોટા અને ક્રિષ્‍ના વિજય એમ બે ફેક્‍ટરીને ક્‍લોઝર નોટીસ આપવામાં આવી હોવાનું જણાવ્‍યું હતું તેમજ પેટકોકનો વપરાશ કરતા એકમો વિરુદ્ધ સતત કાર્યવાહી કરાશે અને નિયમોનું ઉલ્લંઘન ચલાવી નહિ લેવાય તેમ પણ અધિકારીએ જણાવ્‍યું હતું.

(2:07 pm IST)