Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

પોરબંદરઃ મોબાઇલમાં બિભત્‍સ મેસેજ મોકલવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

પોરબંદર તા.૭: પોરબંદરમાં યુવાનીમાં મોબાઇલના દુરઉપયોગ સંબંધે સગીર છોકરીઓને ખરાબ મેસેજ મોકલવાના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો હતો.

આ કિસ્‍સામાં સગીરની માતા દ્વારા સાવ યુવાન એવા સુભાષ શીંગરખીયા સામે તા. ૧૬/૦૧/૨૦૧૮ ના રોજ એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી. કે, આરોપી દ્વારા તેની સગીર દિકરી તેમજ તેની અન્‍ય બહેનપણીઓને ખરાબ મેસેજ મોકલતા હોય અને ખરાબ ફોટા મોકલતા હોય અને આવા ફોટા ઈન્‍સ્‍ટાગ્રામ મારફતે મોકલાવેલ સંબંધે ફરીયાદ કરતા અને તે સંબંધે સગીર દિકરી હોવાના કારણે પોસ્‍કો એક્‍ટ નીચે ફરીયાદ કરેલી હતી.

રેકર્ડ ઉપર હાલના આરોપીએ જ ઈન્‍સ્‍ટાગ્રામમાં મેસેજ કરેલ હોવાનું પુરવાર ન થતાં કોર્ટ દ્વારા રેકર્ડ ઉપર ના પુરાવા તથા એડવોકેટ ભરતભાઇ લાખાણી તથા એમ.જી. શીંગરખીયા ની દલીલ ધ્‍યાને લઇ અને જયારે ફરીયાદ પક્ષ સંપુર્ણ પણે પોતાનો કેસ સાબીત કરી શકેલ ન હોય ત્‍યારે આરોપીને નિર્દોષ છોડવો જોઇએ તેવી દલીલ થતા એડીશ્નલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી ભટ મેડમ દ્વારા રેકર્ડ ઉપરના પુરાવા તથા રેકર્ડ ઉપરની દલીલ ધ્‍યાને લઇ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો હતો.

આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ શ્રી ભરતભાઇ લાખાણી, એમ.જી. શીંગરખીયા, નિલેશ જોશી, નવઘણ જાડેજા અને વિનુભાઇ પરમાર રોકાયેલા હતા.

(12:18 pm IST)